________________
is a joy for ever' સારી વસ્તુઓ સદાય આનંદ આપે છે.
જગત પાસેથી આપણે જે જાતની અપેક્ષા રાખીએ છીએ એવા આપણે બનતા નથી, એ મુશ્કેલી છે. આપણે યાદ રાખવું જોઈએ કે તમને જે પ્રિય છે એ જ જગતને પ્રિય છે; તમને જે નથી ગમતું, તે જગતને પણ નથી ગમતું.
સંસ્કાર અને સભ્યતાવાળો માણસ દુનિયા આખીને ગમે છે. જગત પણ એવું બને એમ તમે ઇચ્છતા હો તો પ્રથમ તમે એવા બનો, તો તમે જગતને વહાલા લાગશો. પણ એ વહાલ પામતાં પહેલાં, એનું મૂલ્ય આપવું પડે છે, થોડોક ત્યાગ કરવો પડે છે. સગુણોને મેળવતાં પહેલાં માણસે થોડુંક બલિદાન આપવાનું રહે છે.
તમે તો એવું ઇચ્છો છો કે સાધુઓ સગુણો કેળવે, મહેનત કરે, અને તમને એ વગર શ્રમે એમ ને એમ વળી જાય; આ ક્યાંથી બને ? કોઈ તમારા વતી ભગવાનનો જાપ કરે અને તે તમને પહોંચે, એવી વાત કેમ બને ? આજે બ્રાહ્મણો જાપ કરી શેઠિયાઓ પાસેથી પૈસા મેળવે છે. ધર્મમાં પણ આ છેતરપિંડી દાખલ થઈ ગઈ છે.
“As you sow. so shall you reap' વાવો તેવું લણો, અને કરો તેવું પામો' એવું ન કરો તો ક્યાંથી પામો ? લોભ, આસક્તિના ત્યાગ વગર સદ્ગુણ એમ ને એમ મળી જતા નથી. એમ ને એમ કાંઈ નથી મળી શકતું; તો શું ભગવાન તમને મફતનો માલ આપી દેવાના છે ?
આત્માના વિકાસ માટે, સગુણ મેળવવા માટે, ત્યાગ કરવા તૈયાર થવું એનું નામ દીર્ધદષ્ટિ-આત્મા, એ કે જે એવાં કાર્યો કરે કે જેનાં પરિણામ સુંદર જ આવે. એ માણસ આ લોકનો જ નહિ, પણ પરલોકનોય વિચાર કરીને જીવે
માનવજીવનમાં જે મળ્યું છે એને ખરચી નાખશો તો ના કોઈ નહિ કહે, પણ એનાથી આવતી કાલ ન બગડે એ જોજો; નહિતર પાછળથી પસ્તાવાનો સમય આવશે. છેવટે જ્યાં જવાનું છે ત્યાંને માટે જીવનમાં કાંઈ નહિ રાખો ? બધું મળ્યું છે તે કાંઈ સર્વભોગ માટે નથી, ત્યાગ માટે છે, આજે ત્યાગ કરો અને કાલે તમને તે મળશે. જે પરલોકનું ધ્યાન રાખે છે, તેનું આ લોકનું જીવન પણ સુધરી જાય છે.
જેને પરલોકનો ભય નથી, જે પરિણામની સુંદરતાનો વિચાર નથી કરતો તે ધર્મ, સમાજ અને પોતાની જાતને નુકસાન કરે છે. પરલોકનો વિચાર કરનાર સત્યવાદી, અપરિગ્રહી હોય છે. ઓછો પરિગ્રહ રાખનાર માણસ સમાજને ચૂસતો નથી. આ દેહને તો છેવટે બાળી નાખવાનો છે એમ સમજી, એ માણસ સંયમી
૧૬૪ ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org