________________
Jain Education International
૨૫. મંગળ મંદિરને પંથે
ધન મંગળમંદિર તરફ લઈ જેવા
મથે છે. મંદિરે પહોંચવું એ પ્રત્યેક માનવીનું ધ્યેય હોવું જોઈએ. આજે આપણું જીવન માત્ર એક વ્યથા, એક દુ:ખ, એક તરફડાટ બની ગયેલ છે. જીવ માત્રને ઉગારવા માટે, ધર્મીના હૃદયમાં એક ઝંકાર જાગે છે. વિશ્વ માત્રને તા૨વાનો વિચાર આવી કરુણાવાળો જ કરી શકે છે.
જો આપણે ધીમે ધીમે પણ પ્રયત્ન કરીએ તો એ મંગળમંદિર પહોંચી શકીએ. મોક્ષનું એ મંદિર ઘણું ઊંચું છે. એવા ઊંચે સ્થાને જવા માટે પ્રયત્ન, સાધના કરવાની રહે છે. મહાપુરુષના હૃદયમાં માનવમાત્ર માટે અપાર કરુણા પડી હતી, તેથી એમણે બધા ગ્રંથો લખ્યા છે અને આપણને પંથ દાખવ્યો છે.
લોકોના હૃદયના નિર્ણયો અને પ્રતિજ્ઞાઓ જોતાં થાય છે કે હજીય થોડી માનવતા જાગ્રત છે ખરી. આજે એક જાતનું પરિવર્તન થઈ રહ્યું છે અને માણસ અંધારા
૧૧૦ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org