________________
ઓરડામાંથી બહાર આવી રહ્યો છે; આ એક સારી આશા છે.
કુદરતનો એક નિયમ એ છે કે ‘શુદ્ધિ શુદ્ધિને લાવે છે, અને અશુદ્ધિ અશુદ્ધિને લાવે છે.’ આ પ્રમાણે પ્રયત્ન કરી તમે આગળ વધશો તો ખરાબ ચીજો ધીમે ધીમે છૂટતી જશે.
મૂળ વાત એ છે કે આ એક ભાવના, એક વિચાર છે, એક પ્રયત્ન છે. આ મંગળમંદિર તરફ આપણે દઢ વિચારથી પ્રયાણ કરવાનું છે.
માનવજીવનનો હેતુ શો છે ? આપણે જે શોધવું છે તે શ્રવણ, મનન અને ચિંતન કર્યાથી જ મળી શકશે. અંધારું ઘેરું છે અને માર્ગ મળવો મુશ્કેલ છે અને છતાં સતત પ્રયત્નથી માણસ આગળ વધી શકે છે; એની શ્રદ્ધા રાખજો. હમણાં આપણે ધર્મરત્ન પ્રકરણની પગદંડી પર ચાલી રહ્યા છીએ. પ્રત્યેક પગલે આપણે ધ્યેયની નજીક જઈ રહ્યા છીએ.
આ નવમો ગુણ તે લજ્જાળુપણું. આજે તો આને બદલે માણસોના જીવનમાં નફટાઈ આવી રહી છે. પણ લજ્જાથી જેની આંખ ઢળી જાય છે, જેનામાં લજ્જા છે તેને કોઈ વાર પણ લજ્જાને લીધે તરવાનો વારો આવે છે; પણ જ્યારે લજ્જાની પાળ તૂટી જાય છે ત્યારે જીવનનાં પાણી વેરવિખેર થઈ જાય છે.
માનવીની દૃષ્ટિ, વિચાર, આચાર શુદ્ધ હોવાં જોઈએ. લજ્જાની પાળથી ચારિત્ર્ય, સંયમ આદિનાં પાણી સચવાય છે. કોઈ પણ અનુચિત કામ કરતાં પાંપણ ઉપર ભાર આવે ત્યારે જાણજો કે હજી લજ્જા રહી છે અને તેથી ક્યારેક પણ આગળ વધી શકવાની આશા રહે છે.
તા. ૨૭-૭-૧૯૬૦
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં * ૧૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org