________________
એની એ જ વાતો, ને એના એ જ ચિત્રો ! માત્ર ફેર એટલો કે આજે સ્ત્રીકથા, સુધરેલા રૂપમાં આવી છે. આજે લોકો સુધારક મવાલી બની રહ્યા છે. કઈ નટી કેવાં કપડાં, આભૂષણો પહેરે છે એની વાતો આપણાં ઘરોમાં આવી રહી છે. આરામનો સમય આજે આમાં લૂંટાઈ રહ્યો છે.
જૂના વખતમાં કહેવત હતી કે ‘ચાર મળે ચોટલા તો ભાંગે ઘરના ઓટલા.' પણ આજે જરાક ફેરવીને એમ કહેવું જોઈએ કે ‘ચાર મળે ચોટલી, તો તોડી નાખે રોટલી.'
જેમ વારંવા૨ ઓ૨ડામાં થયેલા ધુમાડાની અસર ત્યાં રહી જાય છે એમ આજે લોકોના મગજની અંદર આવી બધી વાતોની અસર રહી જાય છે. મગજની દીવાલને એ કાળી કરી નાખે છે. એ પરમાણુઓ પછી જતા નથી, સારા વિચારને એના ઉપર ઊપસવા દેતા નથી.
માટે આપણે જે ગુણ કેળવવાનો છે તે સત્કથાનો. તમે સારી જ વાત કરો તો બીજાને પણ એનો ચેપ લાગશે. માણસ જો એકની એક સારી વાત અનેક વાર સાંભળે તો દરેક વખતે તેની ઉપર અમુક અસર થાય. પછી એવી વાતોનું રટણ ચાલશે તો છેવટે જીવનમાં એ પલટો લાવશે. અને જ્યાં આવા સંસ્કારી લોકો હોય, ત્યાં તેનાં છોકરાં એવા સંસ્કારી જ બનશે.
શંકરાચાર્ય દિગ્વિજય ક૨વા નીકળેલા છે. એ કુમારિલ ભટ્ટને જીતવા માંગે છે. ગામને પાદર પાણી ભરતી સ્ત્રીઓને, કુમારિલ ભટ્ટ ક્યાં રહે છે તે પૂછે છે. સ્ત્રીઓ જવાબ આપે છે કે જેને બારણે બેઠેલાં મેના-પોપટ શાસ્ત્રની વાત કરે, તત્ત્વજ્ઞાનની ચર્ચા કરે, ઈશ્વરવાદની ચર્ચા કરે, એ ઘર જાણજો કે કુમારિલ ભટ્ટનું છે. જેના ઘરના વાતાવરણમાં રહેલાં મેના-પોપટ જ્યાં શાસ્ત્રચર્ચા કરતાં હોય તો ત્યાં માનવી તો કેવા હશે ? આવા વાતાવરણની અસર માત્ર આપણાં સંતાનો ઉપર જ નહિ, પણ નોકો ઉપર પણ થાય છે, અરે ! પશુ ઉપર પણ થાય છે. એક ગામમાં એક સ્ત્રીએ એક વાછરડી પાળેલી. બાઈ ખાય પછી જ એ વાછ૨ડી ખાય. એક વાર આ બાઈએ અઠ્ઠમ કર્યો. એટલે વાછરડીએ પણ ખાવાનું બંધ કર્યું. સ્વામિની ન ખાય તો એ કેમ ખાય ? વાછરડીએ પણ અઠ્ઠમ કર્યો. પછી સ્ત્રીએ અને વાછરડીએ સાથે પારણાં કર્યાં. આનું નામ વાતાવ૨ણની અસર. પશુ ઉપર વાતાવરણની કેટલી ઊંડી અસર થાય છે એનો બીજો સુંદર દાખલો તે હિઝ માસ્ટર્સ વૉઇસ'ના ગ્રામોફોન ઉપર દેખાય છે, તે કૂતરો છે. એનો માલિક રોજ વાઘ લઈને વગાડવા બેસતો, ત્યારે એનો કૂતરો પણ સામે બેસી રહેતો શેઠ પોતે જમવા બેસે ત્યારે કૂતરો પણ ટેબલ પાસે બેસે ને આપે તે બ્રેડ ખાય. એ તો એટલો બધો શેઠથી ટેવાઈ ગયો કે ન પૂછો વાત. કૂતરું
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં ૧૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org