________________
મનુષ્યજીવનમાં આવીને પણ આપણે છછૂંદર તરીકે જીવીશું તો માનવજીવન ક્યારે જીવીશું ?
માટે જીવનનો રસ્તો નક્કી કરો. પછી જિંદગી જીવવામાં ઓર આનંદ આવશે. આજે આપણા જીવનમાં આ આનંદ નથી રહ્યો તેથી જીવન ભારે અને દુ:ખદ લાગે છે. પણ જીવનમાં આદર્શ નક્કી થશે તો પછી જિંદગીનો કંટાળો, થાક નહિ લાગે.
આપણે વિચારવાનું છે કે માણસ આજે આવો નાનો કેમ થઈ ગયો છે ? કયે કારણે થઈ ગયો છે ? ખાવાનાં, પહેરવાનાં, રહેવાના સાધનો આપણને મળ્યાં છે છતાં આપણે જીવનને બગાડીએ છીએ. તો પછી સુધારવાની તક ક્યાં ? માણસને જો જિંદગી જીવવાનો અર્થ ન આવડે તો માનવ-જીવનનો અર્થ શો ? આપણે આટલાં બધાં વર્ષો આવી રીતે ગાળ્યાં છે; શું બાકીનાં વર્ષો પણ હજી આમ જ કાઢવાં છે ? માટે શાન્તિથી વિચારો કે આટલું જીવ્યાં એમાં તમે કાંઈ સારું મેળવ્યું ? કે પ્રપંચ, ભેદ વગેરેમાં જ વર્ષો ગાળ્યાં ? હવે આંખ મીંચીને બેસો અને વિચારો કે પચાસ વર્ષમાં શો કસ કાઢ્યો ? અને હવે બાકીનાં વર્ષોમાં શો કસ કાઢશો ?
આપણી સોના જેવી જિંદગી તો ચાલી જાય છે. બાલ્યકાળ ગયો; યૌવન ગયું; વૃદ્ધાવસ્થા પણ જવા બેઠી છે. હવે તો જરાક નચિંત થઈને અંતરનો આનંદ માણો. ઘડપણ એટલે તો આરામ, ભાર ઉતારીને હવે બેસવાનું. તો જ ખરો આનંદ આવશે. ઘડપણ એ તો વિસામો છે. યુવાનીમાં હતો તે ભાર મૂકી દઈએ, તો ઘડપણ મજાની વાત લાગે. જો સમજતાં આવડે તો એના જેવી સુંદર વસ્તુ બીજી કોઈ નથી.
બુઢાપો તો સારામાં સારી ચીજ છે, કારણ ત્યારે જીવનની કલુષિતતા ચાલી ગઈ હોય છે. ઇન્દ્રિયોનાં તોફાન શમી ગયાં હોય છે ને અનુભવોનો એના જીવનને પ્રકાશ મળ્યો હોય છે. બાલ્યકાળમાં રમકડાંમાં ધૂળમાં રમવામાં જીવ હોય; યૌવનકાળમાં કામમાં, ભાગમાં, રાગમાં જીવ હોય; પણ ઘડપણમાં જીવનનાં એ ડહોળાં પાણી ઓસરી જાય છે. પછી તો શરદના પાણી જેવા નિર્મળાં નીર વહે છે. આવી સ્થિતિ ઘડપણમાં આવે છે. પછી જીવનમાં એને ઇન્દ્રિયોની કામના ન હોય. ઘડપણમાં આમ, માણસને આવડે તો એ પ્રભુ સંગે મન મેળવે. આત્માનો વિચાર કરે. પાંચ સારા લોકોની વચ્ચે બેસી સત્કથા કરે. અને કદાચ એમ કરતાં, પવનની લહરી આવે અને આંખો બંધ થઈ જાય, તોય એ ફૂલની માફક ખરી પડે. એને પછી સંસારનો કશો વળગાડ ન હોય.
પણ આજે તો સ્થિતિ જુદી છે. માણસને ઘડપણમાં આજે તો વધારે
૧૫૦ જ ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org