________________
જન્મ્યો છે તે આત્મજ; આવતી કાલનું કાર્ય કરનારો. પુત્ર એટલે ઇચ્છાઓ અને મનોરથોનો વારસો; માણસના લોહી અને પ્યારનું સર્જન. એનામાં લાગણી, ભાવના અને અનુભૂતિ છે.
પિતા પુત્રને કહે છે કે અમારી ઊર્મિઓ અમે તારામાં રેડી છે. એટલે અમારાં અપૂર્ણ રહેલાં કાર્યોને તારે પૂરાં કરવાનાં છે. માતાપિતાનાં હૃદયો એમનાં બાળકોમાં રેડાયેલાં હોય છે. આનું એક સુંદર દૃષ્ટાંત છે. એક વૃદ્ધનો દીકરો છાપરાનાં નળિયાં સમાં કરી રહ્યો છે. બપોર થઈ ગઈ. જમવાનો સમય થઈ ગયો છે. બાપ એને નીચે જમવા બોલાવે છે પણ એ આવતો નથી. કામ કર્યે જ જાય છે. હવે બાપે એક યુક્તિ કરી. એના દીકરાના નાના બાબાને એણે લાવીને તડકામાં મૂક્યો. પોતાના પુત્રને તડકામાં જોતાં જ ઉપર બેઠેલા દીકરામાં, બાપનો ભાવ જાગ્યો. એ કૂદકો મારી નીચે આવ્યો. પોતાના બાબાને છાતીએ ચાંપતાં એણે પૂછ્યું : ‘આમ કેમ કર્યું ?’ બાપે કહ્યું : ‘મને તારા માટે કેવો પ્રેમ છે તે, તને આ રીત વિના કેમ સમજાત? તું નથી જમ્યો તે માટે મને શું થાય છે તે તું તારા પુત્રના દાખલામાંથી હવે સમજી શકીશ. બાપને બાપ સમજે.’
વિચારોનું તંત્ર બાપ અધૂરું મૂકીને જાય છે. બાપનાં અધૂરાં શુભ કામ પૂરાં કરવાં એ પુત્રનું કાર્ય છે. આવું ન કરે તે પુત્ર કેમ કહેવાય ? માતાપિતાની શુભેચ્છાઓ પૂરી કરવી એ બાળકોનું કામ છે. માબાપ બાળકો ઉપર એટલી લાગણીઓ વરસાવે છે કે એમનું ઋણ કદી પૂરું કરી શકાતું નથી.
તમે કહેશો કે ભાગ્યને લીધે અમને આ બધું મળ્યું છે પણ ભાગ્ય ભલે તમારું હોય, પણ નિમિત્ત એ છે. મા-બાપના ઉપકારનો બદલો વાળવાનો એક ઉપાય છે. જો માબાપ ધર્મથી ચલિત થયાં હોય, આધ્યાત્મિક જીવનને જાણતાં ન હોય અને તમે એમને સાચા અને સારા માર્ગ તરફ લઈ જાઓ, એ માટે ઉત્તમ સાધનો પૂરાં પાડો, તો તમે તેમનો ઉપકાર કાંઈક અંશે પૂરો કર્યો ગણાય. આવા પ્રકારના પુત્રો-સ્વજનો જેને હોય તે સુપક્ષવાળા કહેવાય. તેમનાં સ્વજનો તેમને અનુકૂળ હોય છે અને તેથી તેઓ સુપક્ષથી સારી પાંખો મળતાં, ઊંચે ઊડી શકે છે.
તા. ૧૦-૮-૧૯૬૦
Jain Education International
૧૫૮ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org