________________
તો અફસોસ નહિ. વસ્તુપાળ, વગર પુત્રનો બાપ હોવા છતાં સમાજનો પિતા થઈ, આબુનાં શિલ્પભર્યા ભવ્ય મંદિરોનું સર્જન કરી અમર બની ગયો.
જેનામાં બીજાને પોષવાનાં તત્ત્વ હોય તે ખરો પિતા. આ અર્થમાં વસ્તુપાળને જુઓ. એણે ઊભાં કરેલાં, દેલવાડાનાં દહેરાંએ ગૌરવ આપ્યું, સંસ્કૃતિને પોષણ આપ્યું. આજે એથી આપણે માથું ઊંચું રાખી શકીએ છીએ. થોડા વખત પહેલાં એક અંગ્રેજ દંપતી ત્યાંના છતની સુંદર કારીગરી જોવા માટે આવેલાં. તેઓ સૂઈને છતની એ સુંદર શિલ્પકલાનું અવલોકન કરતાં મુગ્ધ થઈ ગયાં. છતની ઝીણી કારીગરી ઊભાં ઊભાં જોયાં કરે તો ડોક રહી જાય, એટલે એમણે આ રસ્તો લીધો. એ વખતે મને મનમાં થયું કે વસ્તુપાળ કેવો જબરો કે એણે અંગ્રેજોનેય એની કળાના સર્જનમાં લાંબા કરી દીધા ! આને લીધે, એ પુત્ર વગરનો છતાં પોષક પિતા બન્યો અને આટલાં સૈકાં થયાં છતાં આપણે એમને, એમનાં સંતાન બનવાનું ગૌરવ લઈ યાદ કરીએ છીએ.
સુપક્ષ શબ્દની આવી કવિતા છે. આપણી પાંખ એટલે આપણાં સ્વજનો, પુત્રો, મિત્રો, વાતાવરણ વગેરે. આવો સપક્ષવાળો માનવી, ધર્મી આત્મા બની શકે છે. એની પાંખો સારી તેથી એ ધારે ત્યાં ઊડી શકે છે.
દીર્ઘદર્શી એટલે શું ?
સુપક્ષતાના સોપાન ઉપરથી આપણે હવે પંદરમા સોપાન “દીર્ધદર્શિતા' ઉપર આવીએ છીએ. દીર્ઘદર્શી માણસ જે કાંઈ પણ કામ કરવાની તૈયારી કરે ત્યારે તે એનાં પરિણામનોય વિચાર કરીને કરે. જેનું પરિણામ સારું નહિ, એ કામ પણ સારું નહિ. આપણી પ્રવૃત્તિમાં અનાસક્તિ અને દીર્ધદર્શિતા બેઉ જોઈએ. કામ કરો પણ એવું, કે જેનું પરિણામ સારું આવે અને જેના ફળમાં તમારી આસક્તિ ન હોય.
વેવારિત્તે મા હર્નક્વીન' આ સાપેક્ષ વાક્ય છે. કર્મ કરવું એ તારું કામ છે, પણ માણસ તો આજે પરિણામની આસક્તિથી પાછળ પડ્યો છે. કામ પહેલાં પરિણામો માગે એવા આજે લોકો થઈ ગયા છે. જે માણસ આમ આનો-પાઈ ગણ્યા કરે એ સારું કામ નહિ કરી શકે. માણસનો ધર્મ એટલો કે કર્મ કરવું પણ તે સારું ને વિચારીને કરવું, એની પાછળ દીર્ઘદર્શીપણું અને પરિણામની અનાસક્તિ જોઈએ. આ વિરોધી વાત નથી. આ બે ગુણો મળે ત્યારે કાર્ય વધારે સુંદર થાય. બેઉનું સંકલન થાય ત્યારે જ વધુ સફળતા મળે.
પંચોતેર વરસનો એક ડોસો આંબો વાવતો હતો. એને જોઈને બીજા માણસે પૂછ્યું કે “તમે ઘરડા થયા છો; હવે આ આંબો વાવશો તો ઊગશે ક્યારે, ફળશે ક્યારે અને તમે એનાં ફળ ખાશો ક્યારે ?' ત્યારે એણે, પેલા ગીતાના સૂત્રથી જવાબ આપ્યો કે “આંબો વાવવાનું કામ મારું છે; ફળ ભલે બીજાને
૧૬૦ - ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org