________________
મળે. ખરી રીતે તો તમે જ્યારે આંબો વાવો છો ત્યારે જ તમને ફળ મળી ગયું છે, અથવા મળવાની શરૂઆત થઈ જાય છે. તમે બીજાને છાયા માટે, બીજાને સુખ આપવાનો વિચાર કર્યો ત્યારે જ તમને સૂક્ષ્મ ફળ તો મળી જ ગયું.
ડોસાએ વિચારેલું કે બીજાનાં વાવેલાં વૃક્ષોનાં ફળ મેં ખાધાં છે તો બીજાઓને માટે હું વૃક્ષ વાવી જાઉં જેથી બીજાં ફળ ચાખી આનંદ માણે. એણે આમ, એની કૃતજ્ઞતાનો ભાવ જીવતો રાખવા આ કાર્ય કર્યું. આનું નામ દીર્ઘદર્શાપણું. એવાનું કાર્ય એને તથા બીજાને, માનવજાતની પેઢીને, સમાજને લાભ કરે. માટે કહ્યું છે “બહુ લાભ અને અલ્પ ક્લેશ.' કામ એવાં કરો કે જેનો લાભ સારો હોય અને જેમાં ક્લેશ ઓછો હોય. યાદ રાખજો કે શ્રમ અને
ક્લેશ, એ બે શબ્દોના અર્થમાં ફેર છે. શ્રમ દેહ સાથે સંબંધ ધરાવે છે; ક્લેશ મન સાથે સંબંધ ધરાવે છે.
લાભ વધુ લે અને કામ ઓછું કરે એ માણસ કામનો ચોર બને છે. આ ચોરી કહેવાય. માટે શ્રમ અને ક્લેશનો અર્થ બરાબર સમજો. ધ્યાન રાખજો કે અલ્પ ક્લેશનો એટલે અલ્પ શ્રમ નહિ. શ્રમ તો કરવો જ જોઈએ. મુનિના વર્ણનમાં ક્ષમા અને શ્રમણ બે શબ્દો વાપર્યા છે, તે આ દૃષ્ટિએ. આત્માની શુદ્ધિ માટે, મનની મુક્તિ માટે બધું સહન કરે છે, શ્રમ કરે તે ક્ષમા-શ્રમણ ગણાય.
આ શ્રમણપણે આપણા જીવનમાં અનિવાર્ય છે. શ્રમ નહિ હોય તમને જીવનમાં મીઠાશ નહિ આવે. રસોયાની કરેલી રસોઈ કરતાં, શ્રમ કરી હાથે રાંધેલા ભોજનમાં કોઈ જુદી જ મીઠાશ રહેલી છે. શ્રમ પછી ભૂખ, અને ભૂખ પછી મીઠાશ આવે છે. આથી તો તમે ભોજનમાં જમવા બેસો છો ત્યારે બાર માસની ભૂખ હોય એવું અનુભવો છો, કારણ ? તમે એ માટે પહેલાં શ્રમ કરેલો છે, પરસેવો પાડ્યો છે, તેમ પૈસા માટે પણ સમજવું. પ્રસ્વેદ ડીને જે કમાય છે, તે જ પૈસાની ખરી કિંમત સમજે છે.
ધરાયેલાને ભૂખ્યામાં ખ્યાલ નહિ આવે. એ ભાષણ કરશે, કથન કરશે પણ એને અનુભૂતિ નથી, તેથી એનું કથન સુંદર નહિ બને. જેણે શ્રમથી પૈસા પેદા કર્યા છે તે કામો ખર્ચ નહિ કરે, અને સારા કામમાં ખર્ચતાં અટકશે નહિ. એ તો પેટે બાધા બાંધીનેય ધર્મમાં વાપરે છે.
ગરીબાઈ એ મનની વસ્તુ છે, નિર્ધનતા એ દુનિયાની વસ્તુ છે. જેનામાં નૈતિક હિમત નથી, એ માણસ મનનો ગરીબ છે. માટે નિર્ધનતા ભલે આવે, પણ મનની ગરીબી ને આવવા દેશો. જગતમાં ધનનાં સાધનો છતાં, ઊંચે જનારા બહુ ઓછા હોય છે. માટે કહેવા માગે છે કે
ધર્મરત્નનાં અજવાળાં જ ૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org