________________
૩૬. જીવનમાં સુપક્ષતા
[ આત્માનો પક્ષ જો અનુકૂળ હોય ” એ તો ધર્મ આચરવામાં અને ઉત્સાહ મળે
છે. પક્ષ એટલે સ્નેહીઓ, સ્વજનો અને
આસપાસના લોકો. જીવનના દરેક ક્ષેત્રમાં ” માણસ પ્રયત્નશીલ, પ્રવૃત્તિશીલ હોય તો
તેના પ્રોત્સાહનથી એનામાં ઉત્સાહ વધી 9 જાય છે. દુનિયાના દરેક ક્ષેત્રમાં માનવીને છે પ્રેરણા, ઉત્સાહ જોઈએ છે અને તેને એ 8 મળે પણ છે.
વિશ્વમાં કહેનારા અને પૂછનારા { ઘણા મળે છે પણ ધર્મને માટે ઉત્સાહ
આપનારા આજે નથી દેખાતા. પરિણામે જ સિનેમા અને નાટકના સ્થાન કરતાંય 8. ધર્મસ્થાનને ઘણા લોકો હલકું ગણે છે. પ્રશ્ન
થાય છે કે માણસના વિચારો આવા કેમ થયા ?
આજે મનનો રાગ એટલો વધી ગયો છે કે માણસ વિરાગને ભૂલી ગયો છે. જ્યાં જ સુધી ધર્મનાં મૂલ્યાંકનો આપણને બરાબર હjડ સમજાય નહીં, ત્યાં સુધી તેની ખરી રુચિ
પણ જાગે નહીં. આમ ધર્મની બાબતમાં
૧૫૬ ક ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org