________________
દાદરો ઊતરો, ત્યાં જ ભુલાઈ જાય છે. દુનિયાની અસર આજે માણસની ઉપર એટલી જબરી થઈ રહી છે કે અહીં મીઠી, સારી લાગતી વાતો પણ, એની સાથે લાંબો વખત રહી શકતી નથી. આ ઉપરથી ધ્યાનમાં રાખજો કે પૈસામાં ને ધનમાં મહત્તા, મોટાઈ નથી પણ એને માટે તો દિલમાં પ્રભુતા જાગવી જોઈએ.
આપણે જોયું કે પેલા ઘરમાં પતિ-પત્ની બેઉ પરસ્પરને અનુકૂળ હતાં. બેઉ જણાં ધર્મની છાયા અને દાનનું વૃક્ષ થઈને બેઠાં હતાં. તો આખું વાતાવરણ એમને સુપ-અનુકૂળ મળી ગયું હતું.
આમ સુપક્ષના કુટુંબમાં દરેક સભ્ય ધર્મશીલ હોય. બેમાંથી એક ધર્મી અને બીજી વ્યક્તિ અધર્મી હોય તો નુકસાન થાય. દાખલા તરીકે ઘરમાં પતિ માંસાહારી હોય તો છેવટે એની પત્નીએ એવા થવું પડે. આમ દુરાચાર જલદી આવે છે. પણ સદાચાર એકદમ જાગતો નથી. સો પાનના ઢગલામાં એક જ પાન સડેલું હોય તો એ પણ બીજા સોમાં ડાઘ લગાડે છે. આવું દુરાચારનું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે તેમ –
હીન તણો જે સંગ ના ત્યજે, તેહનો ગુણ નવિ રહે,
જેમ જલધિજલમાં ભળ્યું ગંગાનીર લુણપણું લહે.” માણસે હીનનો સંગ છોડવો જોઈએ. એને કહી દો કે તારાથી અમે ન શોભીએ. આપણે તો આપણા આત્માને અનુકૂળ અને સહાયક હોય એવું જ વાતાવરણ તૈયાર કરવાનું છે.
એક ચિંતકે કહ્યું છે કે રાજકારણી પુરુષો તો ઢોલ જેવા છે. એ બન્ને બાજુથી વાગે. એવા રાજદ્વારી પુરુષોની વાતોથી આઘા રહો. એ લપ તો ખરાબ ગંદકી ઊભી કરે છે, અહમ્ ઊભા કરે છે અને “ધણીનું ખાય અને અહીંનું ગાય' એવા એ લોકો બની જાય છે. આવી દશા આપણા આત્માની ન થાય તે માટે સાવધાન રહો. આ માટે આપણી દૃષ્ટિ, વિચાર, સિદ્ધાંત, ધ્યેય વગેરે સ્પષ્ટ હોવા જોઈએ. એ ન હોય તો વ્યક્તિ ધીમે ધીમે નીચે સરકી જાય છે.
ધર્મશીલનું વાતાવરણ સુપક્ષવાળું જોઈએ. ‘આ કરવું મને ન શોભે” એવો વિચાર એ સદાય કરતો રહે છે. આ અગાઉથી ધ્યેય નક્કી કરેલું હોય તો થાય; એટલે વાતાવરણ ધર્મશીલ રાખો, કે જેથી એ હવામાં સુપક્ષનું જ સર્જન થાય.
સુપક્ષમાં આમ અનુકૂળતા, ધર્મશીલતા અને એની સંગે સદાચાર આ ત્રણ ગુણો હોય છે.
સુપક્ષનો બીજો અર્થ એટલે સારી પાંખવાળો. પાંખ સારી હોય તો ગગનમાં અનંત સુધી એ ઊડી શકે. આપણા આત્મપંખીને આમ અનંત સુધી
૧૫૪ ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org