________________
Jain Education International
ત્કથાથી માણસુપક્ષવાન બને છે. સ પક્ષના બે અર્થ છે. પક્ષ એટલે પડખું અને પક્ષ એટલે પાંખ. આ પડખું એટલે એના સ્વજનો, સ્નેહીઓ. આવા ધર્મ માણસને પડખું સારું હોય, એનો પક્ષ સારો હોય, પોતે સારી કથાવાળો હોય તો એનો પક્ષ સારો જ હોય ને હલકાનો પક્ષ પણ હલકો જેમ દારૂડિયાનો પક્ષ દારૂડિયાનો હોય છે તેમ. અને એવાનો વિશ્વાસ કોઈ કરે ? દસ દારૂડિયા ભાઈબંધોની સાથે બેસી શરાબની પ્યાલીઓ ઠાલવે, પણ એમાંના જ એક મિત્રને મુશ્કેલીમાં મદદ કરવાની વાત આવે ત્યારે તો સૌ એમ જ કહેશે કે દારૂડિયાનો તે કોણ વિશ્વાસ કરે !'
૩૫. સુપક્ષ
ખરાબ પક્ષનો મિત્ર અવસરે કામમાં નથી આવતો; સુપક્ષવાળો મિત્ર હોય તો તે તમારી વાત સાંભળે, તમારી મુસીબત જુએ અને એનામાં અનુરાગ જાગે; મુસીબતમાં એ તમને સહાય કરવા તૈયાર થાય. દુર્ગુણીઓ તો માત્ર નુકસાન કરાવવામાં સાથે હશે, પણ ખરે અવસરે એ પડખે ઊભા નહિ
૧૫૨ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org