________________
હડકવા જાગે છે. મારો આ ‘હડકવા' શબ્દ ઘણાને આકરો લાગે છે. પણ એમને પૂછું છું કે તમે શા માટે ઘડપણમાં હાય હાય કરો છો ? શાન્તિનો વખત આવ્યો છે ત્યારે ઉપાધિઓ કેમ વધારો છો ? શાસ્ત્રોનો સાચો સંદેશ એ છે કે હાથમાં વસ્તુ, દ્રવ્ય આવી જાય તો ભલે લો, પણ એની પાછળ ન જાઓ. જીવન જીવવા માટે જે સહજમાં મળી જાય તેનો ભલે સ્વીકાર કરો, પણ એની ઝંખના ન કરો. નહિતર અનેક જિંદગીના ફેરામાં ફર્યા કરશો. પછી તમને આરો હાથ નહિ લાગે.
આપણે તો જીવનનો આરો-કિનારો શોધવા નીકળ્યા છીએ, અને એ જ જિંદગીનો ખરો હેતુ છે. માનવ-જીવન કાંઈ ઘરમાં પડી રહીને જીવવા જેવું નથી. પણ માનવી તરીકે જીવવા માટે મળ્યું છે. રાફડામાં રહેલા ભોરિંગની જેમ ભયભર્યું અને ક્રોધથી ક્રૂર બનેલું જીવન આપણે જીવવાનું નથી પણ સદ્ગુણથી પ્રકાશિત જીવન જીવવાનું છે અને આને માટે સત્કથનનો ગુણ માણસમાં જોઈએ.
તા. ૯-૮-૧૯૭૦
Jain Education International
C
ધર્મરત્નનાં અજવાળાં ૧૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org