________________
આપ્યો. નાહવા માટે ઠંડુ પાણી આપ્યું; ઝીણાં કપડાં આપ્યાં; જમવા બેસાડ્યો અને પાસે બેસીને પોતે પંખો નાંખ્યો. આ ભાવથી કાશ્મીરી તો ખુશ ખુશ થઈ ગયો. પછી શિયાળો આવ્યો અને મદ્રાસી મિત્ર કાશ્મીર ગયો. કાશ્મીરી તો વિવેકહીન હતો એટલે એણે મદ્રાસીની જેમ જ બધું કર્યું. નાહવા ઠંડું પાણી, ભોજનમાં ઠંડો શ્રીખંડ, પહે૨વા ઝીણાં વસ્ત્રો અને ઉપર પંખો ! પેલો તો ધ્રૂજવા લાગ્યો. જમાડતાં જમાડતાં એણે પૂછ્યું કે આપની કાંઈ સેવા કરું ? ત્યારે પેલો ધ્રૂજતાં ધ્રૂજતાં મનમાં બોલ્યો કે હવે લાકડાં સળગાવવાનાં જ બાકી રહ્યાં છે ! જુઓ ! બેઉની સેવા એકની એક હતી પણ તે કાળ, દેશ, પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કરવી જોઈએ; એટલો વિવેક પેલામાં નહોતો.
ધર્મને પણ દેશ, કાળ અનુસાર વિવેકપૂર્વક સાચવવો જોઈએ; નહિતર ધર્મની પણ આવી મશ્કરી થશે. આજે આપણે આ વિવેક ખોઈ બેઠા છીએ. એક કાળે વરઘોડો એ પ્રભાવનાનું કારણ મનાતું. આજે કાળા બજારના પૈસાનું જએ પ્રદર્શન હોય છે એમ બીજાઓ માને છે. પણ ધર્મ એટલે તો વિવેકસાર. દેશ, કાળની પરિસ્થિતિ મુજબ જ એ આચરવો જોઈએ.
આજે તો વગર વિવેકે, એક જૂનું દેરાસર ઊભું હોય છે અને માણસ એની પાસે બીજું નવું ઊભું કરે છે, પણ જૂનાનો જીર્ણોદ્ધાર કરવાનું એને નથી સૂઝતું. રાજસ્થાનમાં આજે આવાં કેટલાંય જૂનાં મંદિરો અપૂજ પડ્યાં છે. પાલિતાણાનાં નીચેનાં દેરાસરોએ અને ધર્મશાળાઓની પેઢીઓએ, મુખ્ય મંદિરને કેટલું નુકસાન કર્યું છે એની કલ્પના કોને છે !
માટે કાળ-સમયનો વિવેક કરો. વિચાર વગરની પ્રવૃત્તિ થાય તો ધર્મને નામે અધર્મ થઈ જવાનો બહુ ભય રહે છે. ધર્મના ભ્રમમાં તણાઈ ન જાઓ. આપણે આ ખાસ સંભાળવાનું છે, સમગ્ર જીવનનો વિચાર એ ખરો ધર્મ. ધર્મ એટલે વિવેકનો સાર. વિવેકવાળો માણસ સારા અને ખરાબને જુદાં પાડી શકે છે. જૂનું છે માટે સારું છે એમ ન માનો, પણ સારું છે તેથી સારું છે એમ સ્વીકારો. આ રીતે પ્રવૃત્તિ અને જીવનનો વિચાર એ બેને પરિણામે જે આવે તે ધર્મ, સત્કથ માણસ આવો વિવેકવાળો હોય. ગમે તેટલી લાંબી કથા હોય, તો પણ એમાંથી સાર તા૨વનારો હોય છે. એ ખોટાને છોડી, સારાને ગ્રહણ કરે છે. પણ આજે તો આંધળી દોટ ચાલી છે. લોકો વિવેકને ભૂલીને જીવી રહ્યા છે.
એટલે જેણે ધર્મના અર્થો બનવું હોય એણે સારી કથા, સારા વિચારો, સારા ભાવો ને સારા પ્રસંગો જ પોતાની વાણીમાંથી પ્રગટ કરવા એ જરૂરી છે.
તા. ૮-૮-૧૯૬૦
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં * ૧૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org