________________
બતાવી ખરી, પણ જ્ઞાન વગરની. એ દયામાં એમણે શ્વાનસંહારની ક્રૂરતાનો વિચાર ન કર્યો. મહાપુરુષોએ આથી જણાવ્યું છે કે ધર્મ, દયા અને દાનની સાથે જ્ઞાન-સમજણનો પ્રકાશ જોઈએ.
જ્યારે માણસ પ્રથમવાર હિંસાનું દૃશ્ય જુએ છે ત્યારે એનામાં પ્રકંપ જાગે છે અને એને ચક્કર આવે છે. પછી વારંવાર એવું જ દશ્ય જુએ છે, હિંસાની વાતો સાંભળે છે અને પછી એ ટેવાઈ જાય છે. પછી એની કરુણા બુઠ્ઠી અને કુંઠિત બને છે.
એક દિવસ એવો હતો કે હિંસાની વાતથી આપણાં હૃદય દ્રવી જતાં. આજે હવે એની બેચેની આપણને રહી નથી. આજે તો આ ક્રૂરતા અને હિંસા આડકતરી રીતે તમારા ઘરમાં પણ આવી રહી છે. જો કે તમે જાતે હિંસા નથી કરતા, પણ બીજાને કરવામાં સહાય તો કરો જ છો.
ઘણા લોકો સુંવાળા ચામડાના બૂટ, ચંપલ, પાકીટ વગેરે વાપરે છે. પણ તમે જાણતા હશો કે મરી ગયેલા જાનવરનું ચામડું કઠોર થઈ જાય છે, પણ જો એને જીવતું મારી એની ખાલ ઉતારે તો જ એ કોમળ રહે છે. ઉપલી વસ્તુઓની સુંવાળપ જોનાર, આ વાત યાદ રાખે છે ખરો ?
આપણે ત્યાં આજે અહિંસાની ભાવના વધુ ને વધુ સ્થળ થઈ રહી છે ત્યારે લંડન જેવાં શહેરોમાં શાકાહારી ક્લબો શરૂ થઈ રહી છે. તે લોકો અહિંસક ચામડાનો જ વપરાશ કરે છે. મન, વચન અને કાયાથી અહિંસા રાખવાની વાતો કરનાર અને ચૌદશને દહાડે લીલોતરી ન ખાનાર માણસ દિવસભર કડવી વાણી બોલે છે, ઘરમાં કલહ કરે છે ને તેની સ્ત્રીને અગ્નિસ્નાન કરવું પડે છે ! આવું ક્રૂરતાભર્યું અને દયાહીન જીવન માણસ જીવે ત્યાં ધર્મ કેમ શોભે ? ધર્મ કેમ પાંગરે ?
આજની વૃદ્ધ સાસુઓ, એવા ચૂંટી ચૂંટીને શબ્દો વહુને સંભળાવે છે કે વહુના હૃદયમાં ભાલાની જેમ એ ભોંકાય છે, અને તે આત્મઘાત કરે છે. સાસુઓ એવા ટોણા મારે કે વહુને પછી જીવન જીવવા જેવું લાગતું નથી. અને એ જ સાસુઓ પાછી આઠમ ને ચૌદશ કરવા બેસે છે; ધર્મી હોવાનો ડોળ કરે છે. મને ઘણી વાર પ્રશ્ન થાય છે કે વહુઓ આવા ત્રાસથી આપઘાત કરતી સંભળાય છે, પણ કોઈ સાસુએ વહુના દુ:ખથી અગ્નિસ્નાન કર્યું સાંભળ્યું છે ખરું ?
શબ્દોમાં શક્તિ હોય છે. એટલે શબ્દો વાપરતાં વિચારો કે એ કોમળ છે, દયાળુ છે ? ઠપકો આપો ત્યારે શબ્દની પસંદગી કરો. ગાંધીજી જ્યારે બહુ ક્રોધમાં આવતા ત્યારે વધુમાં વધુ આટલું બોલતા, “દુનિયા પાગલ ઔર પાજી
૧૧૪ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org