________________
હો ગઈ હૈ' આમ શબ્દો એવા ચૂંટવા જોઈએ કે થોડા શબ્દમાં ઘણો ભાવ કહેવાઈ જાય.
જૂના કાળમાં માણસ ગુનો કરતો ત્યારે હક્કાર, મક્કાર અને ધિક્કાર આવા શબ્દો એને કહેવામાં આવતા. આજની ફાંસી જેવું ત્યારે માણસને આ શબ્દો સાંભળતાં લાગી આવતું. શબ્દોનો ત્યારે કેવો મહિમા હતો ! આજે તો કઠોર શબ્દો સાંભળીને, એને ઘોળીને પી જનારા લોકો પડ્યા છે !
આપણે ભાષાસમિતિની વાત કરીએ છીએ; વચનગુપ્તિની વાત કરીએ છીએ. આ વચનપ્તિ એટલે શું ? વિચારો. વચનને મ્યાનમાં રાખવું, એ એનો અર્થ છે. તીર ને વચન છૂટેલાં પાછાં આવતાં નથી. માટે કોઈ ખરાબ શબ્દ મોંએ આવી જાય તોય બોલો નહિ, ગોપવી રાખો. હોઠ પર આવે તો પાછો લઈ જાવ.
-
બોલવામાં ઓછામાં ઓછા શબ્દો વાપરો; તો સુખી થશો. વધુ અને ગમે તેમ બોલશો તો ‘આમ ન બોલ્યો હોત તો ઠીક થાત' એમ પાછળથી પસ્તાવું પડશે. કોઈ આપણાં જડબાં પહોળાં કરીને પરાણે આપણને બોલાવતું નથી, માટે આપણે જાતે જ એનો સંયમ કેળવવાનો છે.
જે દયાની આપણે વાત કરીએ છીએ એ દયાળુપણું શબ્દમાં પણ હોવું જોઈએ. શબ્દો સુખદ, આનંદકર હોવા જોઈએ. આપણામાં અહિંસક વિચાર, અહિંસક વાણી અને અહિંસક કાર્યની જરૂ૨ છે. ઘણા જણાને અહીં સભાખંડમાં જગ્યા નથી મળતી કે ભગવાનની મૂર્તિ પાસે યોગ્ય જગ્યા નથી મળતી તો એ ગરમ થઈ જાય છે. આમ અહીં ઉપાશ્રય ને દેરાસરમાં ગ૨મ થનારા, ઘ૨માં કેવી ગરમી લાવતા હશે, એ વિચારો.
જ્યારે આપણાં વચનો સુંદર, અહિંસક અને દયાથી ભરેલાં હોય ત્યારે જ એ તપેલાને શાન્તિ આપી શકે.
માણસમાત્રે પ્રવૃત્તિ તો કરવી જ પડે છે, પણ એ પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ ? મહાપુરુષોએ કહ્યું છે કે ‘જે જયણા અને કરુણાથી ચાલે છે, બોલે છે, ખાય છે એવો માણસ બધી ક્રિયા કરે, છતાં પાપને બાંધતો નથી.’ કેટલાક જણ ખાતી વખતેય શાન્તિ રાખી શકતા નથી. એડવર્ડની વાત છે કે એ ખાતી વખતે લબલબ કર્યા કરતો, બોલ્યા કરતો, પણ ત્યારે કોઈ વચ્ચે બોલે તો એ તપી જતો. એક વાર એના પાંઉ ઉપરના મુરબ્બામાં નાનો વાંદો આવ્યો. પાસે બેઠેલી આઠ વરસની બાળકી એ જોઈ ગઈ અને દાદાને ના કહેવા ગઈ, પણ દાદા ખિજાઈ ગયા. બાળકી મૂંગી રહી. ભોજન પછી દાદાએ પૂછ્યું કે જમતી વખતે તું કેમ વચ્ચે બોલવા જતી હતી ? બાળકીએ વાત કરી કે
ધર્મરત્નનાં અજવાળાં ૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org