________________
શોખ હતો. માળીને કાયમ માટે એણે આ હુકમ કરી દીધેલો. પોતાને ફૂલની શય્યાનો શોખ. પણ એક રાતની ઊંઘને માટે હજારો ફૂલનો કેવો નાશ ! આમ જ જીવહિંસા કરી, શોખનાં સાધનો વાપરતાં માણસને આજે આંચકો લાગતો નથી.
ખરી રીતે તો વિશ્વના નાનામાં નાના જંતુ સાથે સમવેદના જાગવી જોઈએ. જ્યાં સુધી આપણે આવી આત્મીયતા નહિ સાધીએ ત્યાં સુધી સાચો દયાભાવ જાગશે નહિ, અને અહિંસાની વાતો માત્ર ઊંચે આકાશમાં જ રહેશે. આપણે તો સર્વ સંગે આત્મીયતા સાધવાની છે. પ્રાણ અને જીવન જેટલાં જ બીજાનાં પ્રાણ અને જીવન કીમતી છે, એ સમજવાનું છે. પણ આજે તો આપણે આપણી જાતને મહત્ત્વ આપીએ છીએ. બીજાને માટે તો આજે પ્રકંપ જ રહ્યો નથી. બંગાળનો દુષ્કાળ, જાપાનમાં ધરતીકંપથી ખાનાખરાબી, અનેકનાં મૃત્યુની સરખામણીમાં આજે તો માણસને પોતાનું નાનું ગૂમડું વધારે દુ:ખદ લાગે છે. એને ખાતર એ દોડદોડ કરી મૂકે છે; જગતના ધરતીકંપ કરતાં એનો પોતાનો નાનો દાંતનો દુખાવો એને વધારે પીડા આપે છે.
જ્યાં સુધી આ રીતે માણસ બીજાના કરતાં પોતાના પ્રાણને, દુ:ખને મહત્ત્વ આપે છે ત્યાં સુધી એનામાં અહિંસાની ભાવના આવે ક્યાંથી ? તમે ખાદી પહેરો છો અને એ અહિંસાનું પ્રતીક છે એમ બોલો છો, પણ તમે વિશ્વ સંગે એકાત્મભાવ, સમસંવેદન, પ્રકંપ અનુભવો છો ખરા ? ખાદી પહેરનાર જો સાચો અહિંસક હોય તો એની વાણીમાંથી મત્સ્ય-ઉદ્યોગની અને ‘પશુઓને મારો' એવી વાણી નીકળી શકે ખરી ?
અહિંસા અને દયાને ઘણો નિકટનો સંબંધ છે. જ્યાં દયાનાં ઝરણાં વહેતાં નથી, ત્યાં અહિંસાનો અંશ પણ નહિ મળે. જીવનનો આ સિદ્ધાંત આપણે બરાબર સમજવાનો છે.
એક હતા શેઠ. એને ત્યાં એક ઘરઘાટી હતો. શેઠની નાની છોકરીને એણે ઉછેરેલી. પછી એ દેશમાં ગયો. પાછળથી આ છોકરી માંદી પડી અને મરી ગઈ. શેઠે ઘાટીને ખબર આપી. આઠ મહિને એ પાછો આવ્યો. ઘરમાં દાખલ થતાં જ એની આંખમાંથી આંસુ ચાલ્યાં. શેઠે પૂછ્યું : ‘કેમ રડે છે?’ ગદ્ગદ્ કંઠે માંડ માંડ ઘાટીએ જવાબ આપ્યો ‘મૂલગી ગેલી' એ વધુ બોલી ન શક્યો. શેઠને એમ કે એ ઘાટીની પુત્રી મરી ગઈ લાગે છે. એટલે એણે આશ્વાસન આપતાં કહ્યું : ‘એ તો હોય; જન્મે એ તો જાય જ ને ? એમાં રડવાનું શું ?' રામો વિચારતો હતો કે શેઠ કેટલા જ્ઞાની છે ? એટલામાં શેઠે પૂછ્યું : ‘કેટલાં વર્ષની છોકરી હતી ?' રામાને લાગ્યું કે શેઠ ઊંધું સમજ્યા
Jain Education International
૧૨૪ : ધર્મરત્નનાં અજવાળાં For Private & Personal Use Only
www.jainelibrary.org