________________
જીવનમાં જેને ધર્મ આચરવો છે, તેનામાં આ બેઉ ભાવ જોઈએ; માધ્યસ્થ અને સૌમ્યતા. અતિરાગ પણ નહિ અને તિરસ્કાર પણ નહિ. સામાન્ય રીતે માનવીનું મન ચંચળ છે. મન શાન્તિથી વિચાર કરી શકતું નથી. જીવનની સામાન્ય વાતો માટે મન-બુદ્ધિની આ સ્વસ્થતા અનિવાર્ય છે. એ વખતે, દૃષ્ટિ દ્વેષ વગરની અને બુદ્ધિ માધ્યસ્થ ભાવવાળી હશે તો જ તે સત્યનું દર્શન કરી શકશે.
એક ગુરુ પાસે બે શિષ્યો ગયા. ઉપદેશમાં ગુરુએ બેઉને એકસરખી ત્રણ વાતો કહી : લોકપ્રિય બનવું, મીઠું ખાવું અને સુખેથી સૂવું. એમાંનો એક શિષ્ય પ્રજ્ઞ હતો અને એણે પોતાનો માર્ગ લીધો; બીજો માધ્યસ્થ – સૌમ્યદૃષ્ટિવિહોણો
હતો.
આ બીજા શિષ્ય તો ગુરુના શબ્દોને જ પકડ્યા. એણે મંત્રતંત્ર શરૂ કર્યા, વૈદું શરૂ કર્યું અને લોકપ્રિય થવા માંડ્યું. ભિક્ષામાં રોટલી-રોટલાને બદલે, પેંડા, મૈસૂર, ગુલાબજાંબુ લેવા માંડ્યાં; અને રાતના આઠથી સવારના આઠ સુધી સૂવા માડ્યું. એણે માની લીધું કે પોતે ગુરુના શબ્દોને બરાબર પાળે છે.
આ શિષ્ય ગુરુના માત્ર શબ્દો જ સાંભળ્યા. પણ એ શબ્દોનો મર્મ એ પામ્યો નહોતો. આવા લોકો શબ્દોના અર્થનું, ભાવનું ખૂન કરે છે. આજે લોકો ધર્મગુરુઓના, મહાપુરુષોના શબ્દોને જ માત્ર વળગ્યા છે, પણ એનો ઊંડો મર્મ, અર્થ ભૂલ્યા છે. આથી જે મહાપુરુષો વિશ્વમાં શાન્તિ અને સમાધાન સર્જવા આવ્યા હતા તેમના જ શબ્દોને નામે, એના ભક્તોએ આજે અનેક પ્રકારના ઝઘડા, કજિયા, પંથ અને માર્ગો ઊભા કર્યા છે. માટે શબ્દને ન વળગો; એની પાછળના અર્થને શોધો, સમજો.
“ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર” એમાં એ જ કહેવા માગે છે કે શબ્દને વળગો; ભાષાનો ભાવ જાણો. આને માટે સતત માધ્યસ્થની જરૂર છે. આ ભાવના માટે શ્રમ અને સાધના બેઉ જોઈએ.
એક કાવ્યપંક્તિ લો. “રામ ! તારા રાજ્યમાં દીવાનથી અંધારું છે. આ પંક્તિમાંથી એક માણસ એમ સમજે કે દીવાનથી રાજ્યમાં અંધારું છે; તો રામ એને કાઢી મૂકે; પણ “રામ ! તારા રાજ્યમાં દીવા નથી, (તેથી) અંધારું છે' એમ સમજે તો બીજો જ ભાવ સમજાય. આપણે તો આમ ભાષાના વિરામ અને વિચારનો ખ્યાલ કરતા રહેવાનું છે. આ પ્રમાણે માણસ જો અનેકવાર ધર્મસુત્રોનું વાચન કરી જાય પણ એનો અર્થ ન જાણે તો જીવનમાં એને મજા નહિ આવે.
માટે આપણને કહ્યું છે કે શબ્દોને લો ત્યારે એની ઉપાસના કરો; એનું દર્શન પામો. એના ભાવમાં જ્યારે તમે એકાકાર થશો ત્યારે એમાંથી મધુરતા
૧૨૮ ૧ ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org