________________
મહાપુરુષો આપણને ગુણાનુરાગી થવાનું કહે છે. દોષથી ભરેલી આજની દુનિયામાં ગુણનું દર્શન દુર્લભ છે. દરેક ઘરમાં બગીચાઓ નથી હોતા; એમ સર્વત્ર સગુણ પણ નથી હોતા, એક સ્થળે કહેવામાં આવ્યું છે કે
‘નિંદા ન કરજો પારકી, ન રહેવાય તો કરજો આપકી.”
જો નિંદા કર્યા સિવાય ન રહી શકો તો માત્ર તમારી પોતાની જ નિંદા કરજો.
ધોબી પણ પૈસા લઈને કપડાં ધુએ છે, પણ આપણે તો આપણી જીભથી મનુષ્યના મેલને મફત ધોઈએ છીએ. માટે નકામી વાતો ઓછી કરો અને કામની વાતો તરફ વધુ ધ્યાન આપો. આમ કરશું તો જ હંમેશાં આપણા મોંમાંથી સુવાક્યો નીકળશે.
આજે આપણે સોળ સતીઓનાં ચરિત્ર સંભારતાં નથી; આપણા ચોવીસ તીર્થકરોનાં ચરિત્ર આપણને યાદ નથી. આ આપણું સદ્ભાગ્ય છે ? આ સ્થિતિમાં આપણે તેમની શી આરાધના કરી શકીએ ? જો સમજણપૂર્વકની આરાધના હોય તો જ તે અભુત બની શકે છે.
આજે આપણા જ્ઞાનતંતુઓ શિથિલ થઈ રહ્યા છે, કારણ કે એની ઉપર નબળા શબ્દોના ઘા સતત ચાલુ જ છે. શબ્દની અસર જમ્બર થાય છે એ યાદ રાખવું જોઈએ. ક્રોધભર્યા એક શબ્દથી આપણી આંખના ખૂણા લાલ થઈ જાય છે, અને મર્મભર્યા એક સારા શબ્દથી, આપણે હાસ્યમાં મસ્ત થઈએ છીએ. શબ્દોની આમ કેવી અસર છે ! જેમ એક સુંદર તંતુવાદ્યના તારને સ્પર્શતાં જ એમાંથી સૂર ઝણઝણી ઊઠે છે, એમ જ્ઞાનતંતુઓનું પણ છે.
જો હથોડાથી ઘા કરવાનો હોય તો કાંડે બાંધેલું સો રૂપિયાનું ઘડિયાળ કાઢી નાખો છે ને ? કારણ કે એને આંચકા લાગે. પણ કરોડ રૂપિયાનું મગજ સાચવવા આજે કોઈ ધ્યાન આપતા નથી.
માણસે પોતાનું મન શ્વેત વસ્ત્ર જેવું રાખવું જોઈએ, કે જેથી એની ઉપર ડાઘ ન પડે; અને કદાચ પડે તો એ તાજો હોય ત્યારે જ તરત ધોઈ નાખો. યાદ રાખો કે જો એ સુકાઈ જશે તો પછી નીકળવો ભારે પડશે. કપડાંને સાબુથી સ્વચ્છ કરી શકાય છે, તેમ મનને સદ્ગુણના સંપર્કથી સાફ કરી શકાય. ધ્ય ન રાખો કે તમારા મનની સ્લેટ ઉપર કોઈ પણ નકામી વાત લખાઈ ન જાય. જેમ શાહીના અક્ષરો કાઢતાં કાગળ ઘસાઈ જાય છે તેમ મનની ખરાબ વાતોને પાછળથી ભૂંસવાનો પ્રયત્ન કરતાં મનની મુલાયમતા ઘસાઈ જાય છે, ઓછી થઈ જાય છે.
ધર્મરત્નનાં અજવાળાં છે. ૧૪૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org