________________
એટલે પ્રથમથી જ મનને સુંદર, મુલાયમ રાખવા માટે ગુણાનુરાગી બનો. તમારી બેઠક તમારા કરતાં ચઢિયાતા હોય એવા લોકોની સાથે રાખો. એમની સોબતથી, એમની કોઈક સારી અસર તમારી ઉપર ક્યારેક પણ થવાની.
માણસ અમુક વ્યસનને અધીન કેમ થાય છે ? એના વિના કેમ નથી રહી શકતો ? એ વ્યસનનો પ્રારંભ તો સંગના રંગથી જ થાય છે, પણ અંતે એ ટેવ બની જાય છે. વ્યસનીઓની સાથે રહેવાથી વ્યસનોની અભિવૃદ્ધિ થાય છે અને નિર્બસની સાથે રહેવાથી વ્યસન મટી જાય છે. જેમ લસણ સંગે રહેવાથી દુર્ગધ મળે છે અને સુખડ-ચંદન સંગે રહેવાથી સુગંધ મળે છે. એમ વ્યસની અને નિસનીનો સંગ છે.
આટલા માટે કહ્યું છે કે એક ઘડી નહિ તો અડધી ઘડી પણ કાઢો અને સારાનો સંગ કરો. તુલસીદાસજીએ તેથી કહ્યું છે કે સારા વાતાવરણ વિના, દુનિયાના અપશબ્દોમાંથી તમને બીજું કોઈ નહીં બચાવી શકે.
સાચો સાધુ તો એ કે જેને એમ થાય કે મને માર્ગ મળ્યો છે તે વિશ્વને પણ જણાવું. સારા રંગથી પાણીમાં પલટો આવે છે. ગટરનાં પાણી પણ જો ગંગામાં વહે છે તો એ પણ ગંગાની સંગે રહેતાં, ગટરજળ મટી ગંગાજળ બની જાય છે.
કેટલાક કહે છે : “શત્રુના ગુણ ગાવા અને ગુરુના પણ દોષ હોય તો તે જાહેર કરવા', પણ તે બરાબર નથી. નિર્ગુણી હોય તેની ઉપેક્ષા કરો. એના દોષો ગાશો તો એ કદી બંધ નહિ થાય. ગુણવાનની કદર કરો, પણ દોષિતની નિંદા કરશો તો તમારું જ્ઞાન અને ચારિત્ર્ય પણ મલિન થશે. આપણું કાર્ય એ છે કે ગુણ દરેકના લેવા, પણ દોષ કોઈના ન લેવા.
આપણે બોલવું ખરું, પણ મીઠું અને હિતકર તથા સત્ય હોય તે જ, જે માણસ ગુરુની નિંદા કરે, તેનામાં ગુરુ પ્રત્યેનો માનભાવ ક્યાંથી જાગે ! દુનિયામાં બીજાના દોષોની જાહેરાત કરવી, એ ડાહ્યા માણસનું કામ નથી. જો માણસ જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યને નિર્મળ રાખવા માંગતો હોય તો તેણે માત્ર આટલું જ કરવાનું છે કે :
માર્ગ ભૂલેલા જીવનપથિકને માર્ગ ચીંધવા ઊભો રહું; કરે ઉપેક્ષા એ મારગની તોયે સમતા ચિત્ત ધરું.” બીજાને તારવાનું કામ આપણું છે. બીજાને મારવાનું નહિ.
ગુણાનુરાગી થવાનો આ સદ્ગુણ અત્યંત સૂક્ષ્મ છે. ગુણવંતની ઉપાસના કરવી અને ગુણનો આદર કેળવવો. એકલવ્ય શ્રી દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી
૧૪ર જ ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org