________________
એના હતા
હીરામાંથી, સાચાં મોતી અને ખરા હીરાને પારખી કાઢે છે. એમ ગુણાનુરાગી આત્મા, બીજાની પાસેથી ગુણ જોઈ ગુણનો ભંડાર બને છે. કાગડા જેવી દૃષ્ટિ રાખી જીવનને ખરાબ કરવું એના કરતાં હંસદષ્ટિ રાખતાં ક્યારેક છેતરાઈ જવામાં પણ ફાયદો છે.
એક વખત ઇન્દ્રસભામાં વાત ચાલી કે ગુણાનુરાગી હોય તે ગુણવંતની કદર કરનારો હોય, અને જગતમાં આવી વ્યક્તિ શ્રીકૃષ્ણ મહારાજા છે. આ સાંભળી એક દેવથી ન રહેવાયું. એણે એમની કસોટી કરવા માટે શ્વાનનું રૂપ લીધું અને રસ્તામાં જઈને એ ઊભો રહ્યો. કહોવાઈ ગયેલું એનું શરીર, ખસથી ખવાઈ ગયેલું પૂંછડું, લબડી ગયેલા કાન અને દુર્ગધ મારતી કાયા. સૌ એને જોઈ મોં ફેરવી ચાલ્યા જાય છે.
શ્રીકૃષ્ણ મહારાજ ત્યાંથી નીકળ્યા. એ તો ગુણાનુરાગી હતા. એમણે જોયું કે આમાંય કાંઈક તો સારું છે જ : એમણે વિચાર્યું : “એના દાંત કેવા મજાના દાડમની કળી જેવા છે ! આ સાંભળી શ્વાનના રૂપમાં આવેલો દેવ એમને નમી પડ્યો. એણે કહ્યું કે ભગવાન ! શ્વાનના દુર્ગુણને જોનારા ઘણા હતા પણ દુર્ગુણમાં સગુણને જોનાર, ગુણાનુરાગી તો આપ એક જ નીકળ્યા, આપને હું વંદું છું.
આપણે આ દુનિયામાં થોડાં વર્ષોનું જીવન જીવવાનું હોય છે અને એમાંનો ચોથો ભાગ ખાવામાં અને ચોથો ભાગ સૂવામાં જાય છે, બાકીનો સમય થોડોક ધંધો કરવામાં અને બીજો બધો સમય બીજાના દોષો જોવામાં અને પોતાનાં રોદણાં રોવામાં જાય છે. આમાં આપણા આત્મા માટેનો વિચાર કરવાનો સમય ક્યાં ?
- પારકાની વાતો કરવામાં, એની વાતો યાદ રાખવામાં આપણે એટલી શક્તિ ખરચીએ છીએ કે સાચું યાદ રાખવાનું યાદ રહેતું નથી. આમ તમે જો બીજાનું, ભળતું જ બધું યાદ રાખી બેસી રહો, તો તમારા આત્માને ક્યારે યાદ કરવાના ! આજે આપણું મન આવી વાતોથી એટલું બધું ભરેલું છે કે કાલની ય વાત આપણને આજ યાદ રહેતી નથી. નકામી વાતોની યાદથી આપણાં મન આજે ઠાંસોઠાંસ ભરેલાં છે, અને તેથી નવી, સારી વાતને મનમાં રહેવાનો અવકાશ જ નથી રહ્યો. આ બતાવે છે કે આપણા મગજમાં નકામું ઘણું ભર્યું છે.
આ દશામાંથી સુધરવાનો એક માર્ગ એ કે ગુણાનુરાગી બનવું. ગુણવંત પાસેથી જે સારું મળે તે લ્યો; બાકીની બધી વાતો ભૂલી જાઓ. જેમ ભ્રમર ફૂલ ઉપર બેસી, મધ ચૂસી, બીજાને પીડા આપ્યા વગર વિચરે છે, એમ તમે પણ ગુણની ગૌચરી કરો. લોકો પાસેથી, ગમે ત્યાંથી શીખો, જેથી ખરાબ વાતો મગજમાં ભરાઈ ન જાય અને સારું મળી રહે.
આપનાર ગુજાન, ધનના પાનના રસ
ધર્મરત્નનાં અજવાળાં જ ૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org