________________
પણ હું એને કેવો ફજેત કરી આવ્યો ! ત્યારે સ્ત્રીએ કહ્યું : “તમે આ શું કર્યું ?' અને એણે વાપરેલી એક સોનામહોરની વાત કરી. વાત સાંભળતાં જ એ અવાક થઈ ગયો. શરમાઈ ગયો. જમ્યા વગર જ એ સીધો સાધુ પાસે દોડ્યો અને પગમાં પડી એમની માફી માગી, “મેં આપની કરેલ નિંદાથી આપને દુઃખ તો નથી થયું ને ?' સાધુએ જમીન પરથી ધૂળની ચપટી લઈ, નીચે નાખતાં કહ્યું કે અમ સાધુઓને મન નિંદા અને સ્તુતિ, બેઉ આ ધૂળ જેવી છે.” સાધુ તો ચંદન જેવા શીતળ હતા. તેઓ એ જ શાન્તિ બતાવી રહ્યા હતા. એ તો પ્રશંસાથી ન ફુલાયા કે ગાળોથી ન દુભાયા. એમણે સમતા રાખી અને તેથી એ જીતી ગયા.
આ દૃષ્ટાંત આપણને શીખવે છે કે ઘરમાં અને બહાર આપણે જીવનમાં શાન્તિ અને સમતા રાખવી જોઈએ. કોઈની ભૂલ થઈ જાય તો શાંત વાતાવરણ વખતે એને સમજાવો, વિચારણા આપો, પણ તમે ગરમ ન બનો.
પેલા સાધુને સ્તુતિ કે નિંદા કાંઈ સ્પર્શી શકી નહિ. એનામાં માધ્યસ્થ ભાવ અને સૌમ્ય દૃષ્ટિ, બંને હતાં. જેનામાં આ બે ગુણ હોય તેવો આત્મા જ ધર્મની આરાધના કરી શકે. આવા માધ્યસ્થ ભાવવાળો માણસ સારાનો સ્વીકાર કરે અને દૃષ્ટિની સૌમ્યતા કેળવે. દુર્ગુણને એ દૂરથી જ છોડી દે છે. આમ જ્યારે માણસને સગુણ સોના જેવો, અને દુર્ગુણ પેલા વીજળીના તાર જેવો ભયંકર લાગશે, ત્યારે એ સાચો ધર્મી થઈ શકશે.
એવો માણસ સદ્ગણનો સદા સંસર્ગ કરે છે, અને દુર્ગુણનો સદા ત્યાગ કરે છે. આવા માણસમાં જ માધ્યસ્થ અને સૌમ્યતા આવી શકે, ટકી શકે. તા. ૨-૮-૧૯૬૦
ધર્મરત્નનાં અજવાળાં જ ૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org