________________
રાખે છે. એ ક્યારેય એમ નથી વિચારતો કે હું શું કરું કે જેથી બીજાને લાભ થાય.
આપણે આપણાં બધાં કામ જાતે જ કરવાં જોઈએ. કોઈની અપેક્ષા ન રાખો. આમ કરશો તો થશે એવું કે નહિ સોંપો તોય હજાર હાથ તમને સહાય કરવા દોડશે. આનું નામ લોકપ્રયિતા, નિ:સ્પૃહતા. માટે કહ્યું છે કે :
સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાની;
ખિંચ લીયા સો ખૂન બરાબર, યહ ગોરખની વાણી.” સહજ ભાવે મળી જાય એ જ સારું; બાકી માગીએ તો આપણું પાણી ઊતરી ગયું. એટલે જીવનમાં આપણે ઓછામાં ઓછી જરૂરિયાત રાખવી. બધાય વગર ચલાવતાં શીખો. આવો ભાવ જાગે ત્યારે આત્માની અસ્મિતા આવે. આપણે સંપત્તિના, સાધનોના દાસ થવાનું નથી; આપણે તો દિલ-સંપત્તિની શ્રીમંતાઈ બતાવવાની છે. અને તો જ જીવનમાં ખરી ખુમારી આવી શકશે.
આપણે જ ઊભી કરેલી જરૂરિયાતો આપણને પછી એની પાછળ કેવી દોડાવે છે તે જુઓ. જરૂરિયાતો આમ માણસને નીચેમાં નીચે લઈ જાય છે; પણ ઊંચે જવા માટે તો માણસે આ જરૂરિયાતો ઓછી કરવાની છે. અન્ન, વસ્ત્ર અને રહેઠાણ જરૂરી છે; પણ એ સિવાયનાં બીજાં સાધનો આજે તમારી બેડીઓ બની બેઠાં છે. વસ્તુના આવા ગુલામ ન બનો. આમાં ઘેરાઈ ન જાઓ.
જિંદગીમાં પ્રથમ ઇચ્છા કરીએ અને એ ન મળે એટલે આપણને દુ:ખ થાય છે. ખરી રીતે દુ:ખ છે જ નહિ, પણ ઇચ્છાને લીધે આપણે દુખ ઊભું કરીએ છીએ; આપણે લાવીએ છીએ. ઇચ્છાને બોલાવો એટલે એનો ભાઈ દુ:ખ એની પાછળ અટળ ચાલ્યો જ આવે છે.
આમ લોકપ્રિયતા એટલે નિ:સ્પૃહતા. આ એક જ રીતે આવે કે સ્પૃહા જ ન કરવી; સંતોષથી જીવવું. આ વસ્તુ ખૂબ મજા આપશે. મિત્રો કહે કે લો અને આપણે ના કહીએ; એ નિ:સ્પૃહતાથી લોકપ્રિયતા આવે.
ગુરુનો ત્રીજો સંદેશ એટલે “સુખે સૂવું” એનો અર્થ એ કે આત્માના વિચારમાં મનને રોકવું. માત્ર દેહ થાકે ત્યારે શરીરને ઢળવા દેવું. આવો માણસ ઊંધે, પણ ઊઠે એટલે સ્વસ્થ. એને ઊંઘમાં સ્વપ્નાં, બકવાટ, ધમપછાડા મારવાનું રહેતું નથી.
સુખેથી સૂવું એટલે આત્માની વિચારણામાં મસ્ત રહેવું. જીવન એવું બનાવવું કે જેમાં ભય ન હોય અને તેથી એ સુખેથી સૂઈ શકે. જેનું મન અભય છે, એવો માણસ ભૂમિ ઉપર બાદશાહી આરામથી સૂશે.
૧૩૦ % ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
. 1
For Private & Personal Use Only
www.jainelibrary.org