________________
મળે તો તે વધુ પાપ કરશે. માણસ ઘણી વાર સમૃદ્ધિનાં સાધનોથી નીચે જાય છે. એનાં સાધનો એનાં પાપને સગવડ કરી આપે છે. પૈસાદાર જો અન્યાય અને અનીતિનાં કાર્યો કરશે તો પણ એને રોકનાર કોઈ નથી, જ્યારે મધ્યમ વર્ગનો માણસ આજુબાજુના લોકોની ટીકાઓને લીધે, એની બીકે પણ મર્યાદામાં રહે છે. કરોડાધિપતિ દારૂ પીએ, સિનેમામાં રખડે, નટનટીઓનો સંગ રાખે છતાં એને કહેવાની કોઈ હિંમત નહિ કરે, કારણ લોકોને એનો વૈભવ આંજી દે છે. આમ પૈસાને પાપની છૂટ મળી રહે છે.
એટલા જ માટે દુ:ખિયા કરતાં સુખિયા લોકોની જ્ઞાનીઓને વધારે દયા આવે છે, કારણ એવા લોકોને ડૂબવાની વધુ શક્યતા હોય છે. આને કારણે જ જ્ઞાનીઓમાં આવા માટે વધુ ભાવદયા જાગે છે.
દયાના અનેક પ્રકારો છે. તમે લૂલા-લંગડાની દયા ખાઓ છો, એના કરતાં જેના જીવન પાપથી, કલુષિતતાથી ભરેલાં છે તેને માટે વધુ દયા બતાવો. દુ:ખમાંથી માણસ ઊંચે જઈ શકે છે, પણ સુખીનું સુખ એને નીચું પાડે છે. દાદર ચડવામાં કદી નથી પડાતું; પણ ઊતરતાં ક્યારેક લપસી પડાય છે. મુસીબત, દુઃખ માણસને સારો બનાવે છે; જ્યારે પૈસો અને પ્રતિષ્ઠા આવે ત્યારે લપસવાનો ભય વધુ જાગે છે. પછી તો એના મિત્રો, નોકરો સૌ એનાં વખાણ જ માત્ર કરે છે; એના દોષો એને કોઈ ચીંધતું નથી, અને એની કોઈ દયા પણ ખાતું નથી.
પણ દુ:ખ તો માણસને સ્વર્ગ સુધી લઈ જઈ શકે છે. દેવલોકમાં વધુ સંખ્યા કયા વર્ગમાંથી આવે છે, ખબર છે ? પશુઓમાંથી. માનવીઓમાંથી જેટલા દેવો બને છે એના કરતાં પશુઓમાંથી દેવ બનીને આવનારા વધુ સંખ્યામાં હોય છે. દેવલોકના થાળાને ભરનાર આમ પશુઓ વધારે છે; માનવી ઓછા.
ગાડું ખેંચતો બળદ, માર ખાતો ખાતો, ભૂખ્યો તરસ્યો અકામ નિર્જરા કરીને દેવ બને છે; પણ માનવી તો આને બદલે પુણ્ય પૂરું કરીને આજે નીચે ને નીચે જઈ રહ્યો છે. માનવીમાં નથી, તે અકામ નિર્જરાની શક્તિ પશુઓમાં રહી છે. માટે હું એમ કહું છું કે ભલે તમે દેવ ન બનો, પણ માનવી તો રહો ! દૂધપાક ને પૂરી ભલે ન પામ્યું, પણ મળે છે તે ખીચડીય શું કામ ખુઓ છો ?
જેનામાં ક્રોધ, માન, માયા, લોભ વગેરે પાતળાં હોય તે મરીને ફરીથી મનુષ્યજન્મમાં આવી શકે છે. વળી દાનની રુચિ એ પણ માનવીને માનવજન્મ અપાવવામાં સહાયક બને છે. જ્ઞાનીઓ કહે છે કે જગતમાં બીજાનું ખાઈને આનંદ માનનારા ઘણાં છે, પણ ખવરાવીને આનંદ લેનારા ઓછા છે. પ્રેમાળ
Jain Education International
૧૧૮ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org