________________
તલવારનો ઝાટકો મને સુંવાળો લાગત”. જુઓ એની માનસિક ભૂમિકા ! એક જ વાક્ય એને એવું ખટક્યું કે બાર માસ સુધી લોકોને મોં ન બતાવવું એમ એને થઈ ગયું. આનું કારણ એ કે તે લજ્જાળુ હતો.
- બીજાને ૧૦૦ રૂ. દંડ કરેલો. એ બહાર જઈને વાતો કરવા લાગ્યો કે “એમાં શું ? અરે ! હજાર દંડ કરત ને તોય હું આપી દેત; રાજાને તો આમ કરી કમાણી જ કરવી છે ને !” જુઓ, એની લજ્જા ચાલી જવા માંડી છે.
ત્રીજાને દેશનિકાલ કરેલો. એ દિવસે તો ગામબહાર રહે, પણ રાત્રે છાનોમાનો ગામમાં આવતો રહે. એ કહેતો કે “રાજાનો એવો દેશનિકાલનો હુકમ કોણ માને છે !” જોશો કે એનામાં નફટાઈ વધી રહી હતી.
ચોથાને ઊંધા ગધેડા ઉપર બેસાડી ગામમાં ફેરવ્યો; ત્યારે કહે કે “શો જિંદગીનો લહાવો છે ! આમ નગારાં વાગે ને લોકો મને જુએ. આવો અવસર ફરી ક્યાં આવવાનો છે ?' એના ઘર પાસે એ આવ્યો ત્યારે એ કહે છે કે હવે જોરથી નગારાં વગાડો” એની પત્ની એને જોવા આવી ત્યારે કહે કે “જરા ઠંડું પાણી તો લાવ. ગળું સુકાયું છે. એટલી વાર ભલે આ લોકો નગારાં વગાડતાં.” જોઈ એની નફાટાઈ !
આ ઉપરથી જોશો કે જ્ઞાની અને લજ્જાળુ માણસ નાની વાતમાંથી બોધ લઈ ઊંચે ચડે છે. એટલે, આપણે પણ કોઈની ટીકાથી ક્રોધ ન કરવો. ઊલટું માનવું કે એ મારો હિતસ્વી છે કે મારી ભૂલ બતાવે છે. પડખે આવીને તમને ભૂલ બતાવે તો એનો આભાર માનો. જિંદગીમાં આવી પ્રત્યેક ક્ષણ મેળવવા માટે છે; એને ગુમાવતા નહિ. સદાય સ્વાગત કરજો.
આપણે જે લજ્જાળુતાની વાત કરીએ છીએ એવી લજ્જાવાળા માણસને નાની વાત, બેચાર શબ્દો પણ એના જીવનને બદલાવી નાખે. ચંદનબાળા મૃગાવતીને માત્ર આટલું જ કહે છે કે “આર્યાઓને ઉપયોગની શૂન્યતા ન શોભે' આટલું જ વાક્ય મૃગાવતીને વિચારમાં નાખી દે છે. એવા સાધનાવાળા પાસે લાંબી દલીલ ન હોય. મૃગાવતી સાધક હતા. એને એ વાક્યમાંથી વિચારણા જાગી ઊઠી અને અંતમાં એ કેવળજ્ઞાન પામ્યા.
માણસમાં જ્યારે આવો લજ્જાનો ગુણ આવી જાય છે ત્યારે એનામાં મનની કેળવણી આવે છે. એનો માનસિક વિકાસ વધે છે અને તેને પછી અયોગ્યનું મન જ થતું નથી. અને કદાચ થઈ જાય તો એ પશ્ચાત્તાપ કરી ફરી એવા કાર્યમાં કદી પ્રવૃત્ત બનતો નથી. તા. ૨૬-૭-૧૯૬૦
ધર્મરત્નનાં અજવાળાં આ ૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org