________________
અમે બહુ તો પાટો બાંધીએ, દવા આપીએ અને રાબડી કરીને પાઈએ પણ સહેવું તો તારે જ પડે ને ! ત્યારે સુલસે એમને કહ્યું : “મારા દુ:ખમાં ભાગ ન લઈ શકો તો મારા પાપમાં ભાગ કેમ કરીને લેશો ?' કુટુંબીઓને ખરું જ્ઞાન થયું. સુલસે કુહાડો પોતાની ઉપર મારી કુટુંબને બોધ આપ્યો, “મારા આવા ઘામાં ભાગીદાર નથી થતા, એ મારા પાપમાં શું ભાગીદાર થવાના ?' સુલસની આ તર્કભરી દલીલ સાંભળી સહ મંગાં થઈ ગયાં.
આપણે જોયું કે સારા મિત્રો, સારી સોબત, સારું વાતાવરણ માણસને પાપકર્મમાંથી કેમ બચાવે છે; ખરે વખતે કેમ મદદગાર બને છે ! ખરાબ કર્મમાંથી બચવા માટે સારા કુળમાં જન્મ અને સારો મિત્ર એ બેઉ સહાયક બને છે. આનું નામ કરુણા. એવો માણસ કદી ખરાબ કામ કરતો નથી. એના જીવનમાં એવો અયોગ્ય પ્રસંગ કે વિચાર કદાચ આવે છે તો એ લજવાઈ જાય છે.
પણ આજે આપણા જીવનમાં આ લજ્જા રહી છે ખરી ? પચાસ વરસ પહેલાં લોકો રસ્તામાં બીડી પીતાં શરમાતા. આજે તો જાણે બધે નાદિરશાહ ફરી રહ્યા છે ! મોંમાં પાનનો ડૂચો, સિગરેટ અને રસ્તામાં પિચકારી મારતા લોકો ફરે છે. એમનાં આવાં વ્યસન માટે આજે એમને આંચકોય આવતો નથી !
પણ માનવીએ તો નિર્વ્યસની બનવાનું છે. આપણે જન્મ્યા ત્યારે એકેય વ્યસન લાવ્યા ન હતા. આ વ્યસનો તો અણસમજ, નિર્બળતા, અજ્ઞાન અને દુરાચાર તરફ લઈ જાય છે. પરિણામે વ્યસનો આજે માલિક બન્યાં છે અને માણસ એનો ગુલામ બન્યો છે.
થોડા વખત પહેલાં એક જણ મારી પાસે આવ્યો. કહે કે અઠ્ઠમ કરવો છે. ખાધા વગર ચલાવી શકું એમ છું, પણ સવારે દૂધ-ખાંડ વગરની કાળી ચા જરા ગરમ પી લઉં તો કાંઈ વાંધો ખરો ? જુઓ, આ તો પેલો હાથી આખો નીકળી ગયો અને પૂંછડું અટક્યું, એના જેવી વાત છે. ખાવાનું એ છોડવા તૈયાર હતો પણ ઉકાળેલા પાણીમાં ચાર પાંદડી નાખીને પીવાની એની ઇચ્છા ન ગઈ. આજે આ રીતે ચા જેવાં વ્યસનો આપણી ઉપર ચડી બેઠાં છે.
યાદ રાખજો કે વ્યસનોને છોડવાં એ પ્રથમ પુરુષાર્થ છે. કેટલાક વ્યસનીઓ તો વ્યાખ્યાન ચાલતું હોય ત્યારે પણ છીંકણીની દાબડી એકબીજાને સેરવતા હોય છે ! એ કેવું કહેવાય ! આજે આપણા જીવનની આ કરુણતા છે.
પડેલાં વ્યસનોમાંથી જે માણસ બહાર આવવા ઇચ્છે છે એણે એ વ્યસન કેમ વળગ્યું એ જાણી લેવું જોઈએ. જમ્યા ત્યારે તો આપણે એ નહોતા લાવ્યા, તો એ આવ્યું ક્યાંથી ? અને જો તમે જ એ સ્વીકાર્યું છે તો તમે એનો ત્યાગ કરવાની શક્તિ પણ ધરાવો છો. આવું સમજનારો માણસ સદાચાર તરફ પ્રયાણ
ધર્મરત્નનાં અજવાળાં જ ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org