________________
ટેવો પડી જાય છે તેને પછી સારી વાત ગમતી નથી. ડુંગળી અને લસણ ખાનારાને લાડુ ખાય ત્યારેય ચટણીની દુર્વાસના ન હોય તો ગમે નહિ; જ્યારે જેને એની ટેવ નથી તે તો એની દુર્ગધ માત્રથી નાસશે. આનું નામ ટેવ, સ્વભાવ. આમ દુરાચારીને દુરાચાર વગર ચેન પડતું નથી; સદાચારીને સદાચાર વગર શાન્તિ થતી નથી. આટલા માટે જ રોજ જ્ઞાનીનાં વચનો સાંભળવાની આવશ્યકતા છે, જેથી તમે સદાચારને વાતાવરણમાં રહી શકો, જીવી શકો.
માંસાહારીને માટે માંસ એ આનંદદાયક છે; એને જોતાં એને મોંમાં પાણી છૂટે છે; પણ બીજો એને જોતાં ચકરી ખાઈ જાય છે. આમ શાથી ? કારણ એ કે એક ક્રૂરતાના વાતાવરણમાં રહેલો છે; બીજો દયા અને કોમળતાના સંસ્કારમય વાતાવરણમાં જીવનારો છે. આટલા માટે જ પેલા ચિન્તકે કહેલું કે મારું કુળ અને સંજોગો સારા હતા, તેથી મારાથી ખરાબ કામોથી દૂર રહી શકાયું છે.
સંયોગો શી અસર કરે છે તે માટે સુલસનું દૃષ્ટાંત લો. એનો પિતા કસાઈનો ધંધો કરતો, એટલે એની ઇચ્છા નહોતી છતાં, કસાઈનો ધંધો કરવા સ્નેહીઓ અને કુટુંબીજનોએ એને આગ્રહ કર્યો, પણ એને તો અભયકુમારની મૈત્રીનો સહયોગ મલ્યો હતો અને તેમાંથી એનામાં કરુણાનો સ્ત્રોત વહ્યો તેથી પિતાના મૃત્યુ બાદ કુટુમ્બીજનોની સલાહ છતાં, બાપદાદાનો ધંધો એણે ન સ્વીકાર્યો. એને થયું કે હું અભય સંગે બેસનારો, જીવોને અભય આપનારો, પાડાને મારું એ કેમ બને ! સારી સોબતની અસર કેટલી ઊંડી થાય છે એ જુઓ. સારા વાતાવરણમાં રહેલો માણસ આમ ખરાબ કામ કરતાં અટકી જાય છે, બદલાઈ જાય છે.
સુલસ ધંધો બંધ કરે છે એમ ખબર મળતાં, એના કુટુંબીઓ એને સમજાવવા આવ્યા. કહે કે તને આ ધંધામાં પાપ લાગતું હોય તો, કમાણી સાથે પાપનો ભાગ પણ અમે વહેંચી લઈશું. પણ સલસ જાણતો હતો કે પાપના નફામાં ભાગીદાર થવા સી આવે છે, પણ પાપનો ભાગીદાર કોઈ થતું નથી. એ જાણતો હતો કે કહેનારો તો ખસી જશે અને કરનારો ફસી જશે. માટે જ આવે પ્રસંગે વિવેકનો ઉપયોગ રહેલો છે. આથી જ પાપ વેળા આપણને જાગ્રત રહેવાનું કહેવામાં આવે છે.
સુલસે ઘણી ચર્ચા કરી પણ કુટુંબીઓ માન્યા નહિ; એટલે સુલસે એક યુક્તિ કરી. એણે કસાઈનો કુહાડો લઈ પોતાના પગ ઉપર માર્યો. લોહીની ધારા છૂટી. એણે કહ્યું કે તમે દુઃખના ભાગીદાર થવાના છો તો મારું આ દુ:ખ, પીડા વહેંચી લો. બધા કહે કે ઘા તને વાગ્યો, લોહી તને નીકળ્યું, તેથી પીડા તારી,
૧૦૬ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org