________________
કરી શકે. જ્ઞાનીઓના આવા શ્રવણનો મુખ્ય હેતુ એ જ છે કે ધીમે ધીમે સાંભળીને આપણામાં પરિવર્તન જાગે; અને તો જ વિકાસ શક્ય બને છે.
લજ્જાળુ માણસ અયોગ્ય કામ કરતો નથી; અને થઈ જાય તો એ પશ્ચાત્તાપથી તરત શુદ્ધ થવા મથે છે. એ મોટે ભાગે યોગ્ય કામમાં જ વળગેલો રહે છે અને તેથી અયોગ્ય કામનો એને અવકાશ જ રહેતો નથી.
આ માટે કાર્યનો સમયવિભાગ પાડી સવારે જરા વાર પ્રાર્થનામાં બેસો. સુંદર વિચાર કરો. સવારના જ્ઞાનના એ વિચારો અંદર ભરી રાખો, તો ચોવીસ કલાક એની તાઝગી રહેશે. આમ પ્રાર્થના એ તો પાણી છે. મનની ભૂમિને એ સીંચો તો ચિત્તવૃક્ષ સુંદર રહેશે, અને પછી અન્ય વ્યવસાયમાં હશો ત્યારેય એ વિચારો તમારી પડખે રહેશે. બની શકે તો એક નાની એવી ચોપડી સાથે રાખો. અવકાશ મળે ત્યારે એમાંથી વાંચો. રાત્રે ઘેર આવો ત્યારે શાન્તિ જાળવો. ઘરનો દરેક જણ જો આમ કરવા માંડે તો દરેક ઘરનું જીવન કેવું સુખમય બની જાય ? લજ્જાળુ માણસ સદાચાર આચરે અને દુરાચારને દૂર રાખે. આથી મનોભૂમિકા તૈયાર થાય છે, અને તેથી મન અયોગ્ય બાબતોમાં પડતું બંધ થાય છે. અંદરની લજ્જા જીવનમાં કેવી સહાયક બને છે એનું એક સુંદર દૃષ્ટાંત છે. એક વાર રાજા વિક્રમ પાસે ચા૨ ગુનેગારોને લાવવામાં આવ્યા. બધાનો ગુનો એક જ જાતનો હતો. ચારેય એકમાં સંકળાયા હતા. પણ વિક્રમે બધાને એક સરખી શિક્ષા ન કરી. એણે તો દરેકની સ્થિતિ, સંજોગો, સંસ્કાર, ઉછેર વગેરે જાણી લીધું અને પછી ચારેયને યોગ્ય હતી તે જ શિક્ષા કરી.
પહેલાને એણે શિક્ષામાં આટલું જ કહ્યું કે તારા જેવો સંસ્કારી, ખાનદાન માણસ આવું કરે ? બીજાને કહ્યું કે તું નાલાયક છે, માટે તારો સો રૂપિયા દંડ ! ત્રીજાને કહ્યું કે તારા જેવા તો બીજાને બગાડે, માટે તું બાર માસ માટે દેશનિકાલ. ચોથાને કહ્યું કે તું તો અધમતાની પરાકાષ્ઠાથી ભરેલો છે; માટે તેને અવળે ગધેડે બેસાડી, તારું મોં કાળું કરી ગામમાં ફે૨વી તને ગામ બહાર તગડી મૂકવો પડશે.
આ સભામાં એક ડાહ્યો માણસ બેઠો હતો. એણે રાજાને પૂછ્યું કે ગુનો એક જ જાતનો અને છતાં શિક્ષા આમ જુદી કેમ ? રાજાએ કહ્યું કે એનો મર્મ તમને પછી સમજાશે. જુઓ, આપણે આ દૂતને ચારેયની તપાસ કરવા મોકલીએ અને એ શી વાતો લાવે છે તે જોઈએ.
દૂતે આવીને ચારેયની, ચારેય જણાની, જોયેલી વાત દરબારમાં રજૂ કરી. પહેલાને કહેલું કે ‘તારાથી આવું થાય ?' અને એ ઘરે જઈ, બારણું બંધ કરી રડ્યો. એને થયું ‘રાજાએ મને આવા શબ્દો કહ્યા !'' આના કરતાં તો
Jain Education International
૧૦૮ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org