________________
અકબરે હરિદાસને આનું કારણ પૂછ્યું : “એ દિવસે મેં આપને જંગલમાં ગાતા જોયા ત્યારે તો તમારી આંખમાંથી આંસુની ધારા વહેતી હતી : આજે આમ કેમ !” ત્યારે એણે જવાબ આપ્યો, “હું જ્યારે પ્રભુને રિઝવતો હતો ત્યારે મારા અંતરમાં આંસુ હતાં, પણ આજ તો હું જગત અને બાદશાહને રિઝવું છું એટલે માત્ર આનંદ જ હોય.”
આત્માના આ જ્ઞાનની ભાષા મૌન છે. જીવનના, અંતરના ઊંડાણને પારખવા માટે માણસમાં ગંભીરતા જોઈએ. જાતને વેચનાર આજે કદાચ હસશે પણ કાલે એ રડવાનો છે. આનંદથી મળતી વસ્તુ આંસુથી મૂલવવી પડે છે. જીવનની મહત્તા લેવામાં નહિ, પણ એના ત્યાગમાં રહેલી છે. આત્મા કરતાં વધુ ધનિક કોઈ પણ વસ્તુ નથી. આ મુદ્રતાનો પરિત્યાગ એટલે ગંભીરતા.
આત્માને પામવા માટે આવી ગંભીરતા જોઈએ. જે માણસ દુન્યવી સુખોથી વેચાઈ જતો નથી તે જ ખરો મહાન છે. જેનો આત્મા ખરીદાઈ શકાતો નથી તેના જીવનમાં ગંભીરતા વ્યાપેલી હોય છે. જીવનમાં પ્રલોભનો સામે ઊભા રહેવાની શક્તિ એનામાં આવે છે. જીવનનાં ઘર્ષણોમાંથી એવાને જ જીવનનું નવનીત મળી શકે છે. તા. ૫-૭-૧૯૬૦
ધર્મરત્નનાં અજવાળાં ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org