________________
ત્યારે આ અહમુને ગાળવો કેમ ? આને માટે વિનમ્રતાનો ગુણ આપણને અપાયો છે. સારું કર્યાનો યશ મળે તો લોકોને, મિત્રોને, કુદરતને આપી દો. જ્યાં જ્યાંથી સારું મળે તે બધું મેળવીને બીજાને વહેંચી દો, તો તમે લોકપ્રિય થઈ શકશો.
ચૌદ વરસ પહેલાંની વાત છે. એક વેપારી હતા. એમણે વ્રત લીધેલું કે કમાણીનો અમુક ભાગ રાખી, બીજો બધો ભાગ પોતાના માણસોને વહેંચી દેવો. પછી જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે એના દીકરા કરતાંય વધુ રડનાર, આઘાત પામનાર કોણ હતો ? કલ્પો છો ? દરવાજે બેસી રહેતો પઠાણ, ચોકીદાર. એણે કહ્યું કે, “મારા સગા બાપના મૃત્યુથી મને જે આઘાત નથી થયો તે આજે થયો છે.” આ બોલતાં એની આંખેથી આંસુની ધારા વહેવા માંડી. આનું કારણ ? એ વેપારી પાસે જે હતું એ એણે ઉદારતાથી વહેચ્યું હતું, એ છે. આ વેપા૨ીની આબરૂ સારી. સૌના ઝઘડા એ પતાવતા. સમાજમાં અને નાતમાં એ આગેવાન; ખૂબ લોકપ્રિય. રાગ કે દ્વેષ વગર એ સૌનો ન્યાય કરતા. એમની આ સમભાવાત્મક દૃષ્ટિ સ્વાભાવિક થઈ ગયેલી.
એવામાં એક પ્રસંગ બન્યો. એના ઘરનાં છોકરાએ જ, થયેલું સગપણ તોડી નાખ્યું. અને તમે જાણો છો, ગામડામાં સગપણ તોડવું એટલે શું ? હાહાકાર મચી ગયો. બીજાનો ન્યાય તોળનારને ત્યાં જ હવે ન્યાય તોળવાનો પ્રસંગ આવ્યો. શેઠે ગામના લોકોને ન્યાય કરવા કહ્યું; પણ બધાંએ એની ઉપર જ ન્યાય ક૨વાનું છોડ્યું.
હવે આ શેઠ ન્યાયની ગાદી ઉપર બેઠા, અને આવી બાબત વેળા એણે આપેલા ભૂતકાળના ન્યાયને પોતે યાદ કરી ગયા. એને લાગ્યું કે આવી બાબતમાં એણે હજાર રૂપિયાનો દંડ અને ત્રણ માસ સુધી વહેવાર બંધ એ શિક્ષા પોતાના પુત્રનો ન્યાય તોળતાં કહ્યું કે મારો પાંચ હજાર રૂપિયાનો દંડ અને બાર માસ મારી સાથે વહેવાર બંધ.
આપેલી. એણે પોતાનો
લોકો ચમકી ઊઠ્યા : ‘શેઠ ! આટલી બધી શિક્ષા !' શેઠે જવાબ આપ્યો કે હું ગામનો, ન્યાતનો આગેવાન છું; મારી ભૂલ માટે તો વધારે જ શિક્ષા
જોઈએ.
આજે તો હવે એ શેઠ ગુજરી ગયા છે, પણ ત્યાંના લોકો હજી યાદ કરે છે કે ‘ન્યાય તો પાનાચંદ શેઠનો.’
—
—
આનું નામ લોકપ્રિયતાની અંદરથી જન્મેલી ન્યાયભરી નમ્રતા, વિનય. આ વિનયથી જ મનુષ્ય શોભે છે. સુરભિ અને શીતળતાથી જેમ ચંદન શોભે છે,
૬૮ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org