________________
ગુનેગાર કહી દીધું કે “ડાબી.” ફોઝદાર સાચી વાતથી ડઘાઈ ગયો. એણે પૂછ્યું કે આ તેં કેમ જાણ્યું ? ત્યારે ગુનેગારે કહ્યું કે સાહેબ ! કારણ એ ડાબીમાં મને દયાનો અંશ દેખાયો. કહેવાનો આશય એ હતો કે તારી સાચી આંખમાં તો ક્રૂરતા જ છે; કાચની આંખ જેટલીય દયા એનામાં નથી, દાક્ષિણ્યભાવ નથી. પેલાને આનો ભારે ઘા લાગ્યો. અને તેને ત્યારથી જીવનમાં નવું જ્ઞાન લાધ્યું.
જ્યાં સ્વાર્થ આવે છે ત્યાંથી સુદાક્ષિણ્યભાવ ચાલી જાય છે. દુનિયામાં આપણે આવ્યા છીએ તો દુનિયાનાં કામો કરવા પડશે. પણ દિવસમાં એકાદ તો એવું કામ કરો કે જે રાત્રે સૂતી વેળા તમને અંતરનો સાત્ત્વિક આનંદ આપે, ઉલ્લાસ આપે. આનું નામ દાક્ષિણ્ય. એવો માણસ સ્વ તેમ જ પરનો વિચાર એકસરખા ભાવથી કરે છે. બીજી વ્યક્તિનાં દુઃખ અને દર્દના પડઘા જેના અંતરમાં પડી શકે છે તે દાક્ષિણ્યવાન. ધર્મનાં વચનો સાંભળીને થોડુંક જીવન ઊંચું આવે તો યોગ્ય. પણ આ સગુણો કાંઈ એકદમ આવતા નથી; એ કાંઈ ખરીદી શકાતા નથી.
આપણી અંદરની, અનાદિ કાળથી ચાલી આવેલી ટેવો એકદમ જતી નથી. એ તો માણસના જીવનમાં ઘર કરીને બેઠેલી છે. છીંકણી, બીડી વગેરે વ્યસનોની ટેવ માણસને પાછળથી પડેલી હોય છે, છતાં તે પણ કાઢવી મુશ્કેલ બની જાય છે. તો આ દુર્ગણોની ટેવ તો અનાદિકાળથી ચાલી આવે છે. ઘાંચીનાં ગંદા કપડાંય ખૂબ ધોવાથી જરાક સાફ થઈ શકે છે; તો આપણે પણ આપણા મનને સાફ કરવા તપ, જપ અને જ્ઞાનની પૂર્ણ આરાધના સતત કરીએ તો મનનો એ મેલ અને દુર્ગુણો પણ જરૂર દૂર થાય.
આમ ન થાય ને એવો માણસ જો ભગવાનના મંદિરમાં જશે તો ત્યાંય ખોટો પૈસો નાખી આવશે અને કહેશે કે પ્રભુ, ખોટા માણસને સારો કરે છે તો આ પૈસાને સાચો નહિ બનાવી દે ? આ કંઈ દાન નથી. કેટલાક તો કહોવાયેલું નકામું અનાજ હોય તો તે માણસ દાનમાં આપે છે. ઘરમાં ન સંઘરી શકાય એવું ખરાબ હોય ત્યારે જ એની આંખમાં દયા ઊભરાય છે,
પણ આ કંઈ દાન નથી. દાન તો સારામાં સારાનું જ અપાય. જે તમને સુંદર લાગે, જે તમને વધુમાં વધુ ગમતું હોય તેનું દાન થાય, અને તે જ શોભે.
નચિકેતાએ જ્યારે આવું ખરાબ દાન દેતાં એના પિતાને જોયા ત્યારે એણે કહ્યું કે પિતાજી ! આ દાંત વગરની, વસૂકી ગયેલી ગાયો જ શા માટે આપો. છો ? એ કાંઈ સાચું દાન નથી. આવું જ પેલી મહાસતી દ્રૌપદીના પૂર્વભવના જીવનમાં બને છે. એણે કડવી તુંબડીનું શાક સાધુને દાનમાં દીધું પણ પરિણામે એના ભાવ વધી પડ્યા.
ધર્મરત્નનાં અજવાળાં જ ૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org