________________
દઉં. આમ દાનની ભાવના એ લાખોની ઉપર નહિ, મનના આવા ભાવની ઉપર રહેલી છે.
આ વાણિયાને મન દાન એ હવે એની જીવાદોરી બની ગઈ. વાદળું ભરાય ત્યારે એને વરસવાની ઝંખના જાગે છે. એના વગર એ બેચેન બને છે. માણસને પણ એ પોતે ખાલી ન થઈ જાય ત્યાં સુધી આવી બેચેની જાગવી જોઈએ. એને તો મનમાં રટણ ચાલે કે પ્રસંગ આવ્યો છે તો ઠાલવી દઉં, આપી દઉં.
આ વાણિયો દૂરને ગામથી નીકળ્યો, દાન આપવા. દોઢ રૂપિયો એ એનું સમસ્ત જીવન, પ્રાણ, મૂડી ધંધાનો સર્વસ્વ આધાર. સાત સાઈલ ચાલીને બાહડમંત્રીની હવેલીએ એ આવ્યો. પણ આવતાં એણે ત્યાં જોયું કે હજારો શ્રીમંત ત્યાં આવીને લાખો સોનામહોરો ધરી રહ્યા છે. એને થયું, આમ જ્યાં લોકો રત્નો ધરી દેવા તૈયાર હોય ત્યાં એનો કોણ ભાવ પૂછશે ? એનું મન નિરાશ થઈ ગયું. છતાં એ દૂર દરવાજે ઊભો છે ને સૌ લોકો દાન દેવા માટે બાહડમંત્રી સાથે મીઠો કલહ કરી રહ્યા છે, એ જુએ છે. મનમાં વિચારે છે, “ગળામાં નીલમની કંઠીવાળા ત્યાં બેઠા છે એમાં મારા દોઢ રૂપિયાની શી કિંમત થવાની છે ! અને આવે કપડે, આવે પગે હું ત્યાં જાઉં તો મને ઊભો પણ કોણ રહેવા દેશે !' બીજાનો વૈભવ જોઈ એનું મન ભરાઈ આવ્યું. થઈ ગયું કે હું કેવો દુર્ભાગી !
એ પાછો વળ્યો અને એક ઝાડ નીચે જઈને બેઠો. એનું મન ત્યારે આલોચના માગતું હતું. એણે વિચાર્યું કે હું ગયો ખરો મેં પણ મંત્રીને “લો મારી ભેટ” એમ ક્યાં કહ્યું હતું ? ભેટ ધર્યા છતાં એણે ના પાડી હોય તો માનવું કે ન લીધું. માટે લાવ, ફરી જાઉં. એને લેવાની નહિ, અત્યારે દેવાની તાલાવેલી જાગી છે.
માણસને જેમ સ્વજનને મળવાની ઝંખના જાગે છે એવી દેવને માટે, સમાજને માટેના દાન માટે આજે આતુરતા જાગે છે ખરી ? આપણે આ પ્રશ્ન વિચારવાનો છે. આ વાણિયાને એવી ઝંખના જાગેલી. એ પાછો હવેલી પાસે આવ્યો. ત્યાં પેલા મંત્રીની નજર એના ઉપર પડી. સૌને ત્યાં જ છોડી મંત્રી દરવાજે આવ્યા. એમને થયું કે કોઈ ગરીબ માનવીને પૈસાની જરૂર હશે ને હું ન આપું અને માત્ર મંદિર બાંધવા બેસું તો માનવતા લાજે. અને મંત્રી સામે પગલે ત્યાં ગયા.
આવી વિચારણા આજે આપણામાં છે ? આવું થશે ત્યારે જ ઉપાસના સાથે દાન પણ થશે. પણ આજે તો કંકોત્રીમાં આપણાં નામ છપાય, એ માટે
૧૦૨ : ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org