________________
આપણી જીવનયાત્રા માત્ર પાણી વલોવવાની પ્રવૃત્તિ જ ન બને એ ધ્યાનમાં રાખો. વિચારતા રહો કે તમારી પ્રવૃત્તિઓ નામ માટે છે કે અંદરના અનામી માટે છે ? એટલા માટે કહેવાયું છે કે તારાં કાર્યો “આત્મપ્રીત્યર્થ” કર. અંદરના આત્માને આનંદ આવે તેમ જીવો, કારણ કે મન, ઇન્દ્રિયોની તૃપ્તિ ક્ષણિક છે; આત્માની તૃપ્તિ એ જ શાશ્વત છે.
આત્માને, સાચી તૃપ્તિ તો તમે જ્યારે અનામીને નામે કરો ત્યારે જ થાય. દાન એ ચેતનાના વિકાસનું નિમિત્ત છે. કોઈ ન જાણે એમ દાન આપી, અંદરનો આવો આનંદ માણતાં શીખો.
પાલિતાણા તો જગવિખ્યાત છે. આવા ઊંચા ગિરિરાજ પર આટલાં બધાં મંદિરોની નગરી, તમને બીજે ક્યાંય જોવા કે સાંભળવા નહિ મળે. પણ જાણો છો, એ મંદિરો કોણે બંધાવ્યાં ? એ તો કેટલાંય અનામી હૃદયોની ભાવનાનું અર્પણ છે; પ્રેમનો પરિશ્રમ છે.
મહામંત્રી બાહડ મંદિરોનો જીણોદ્ધાર કરવા માગે છે. એને એનો લહાવો લેવો છે, પણ ગામ-લોકો પણ એમાં મદદ કરવાનો લહાવો લેવા માગે છે. દરેકને એમ થાય છે કે મારી પાસે છે તે આપી દઉં. દરેકને થાય છે કે હું દાન આપ્યા વગર રહી જઈશ તો ! આ ભાવનામાંથી એ મંદિરનગરી ઊભી થઈ છે.
આપવું તો પડશે જ અહીં નહિ આપો, તો તમારે ત્યાં આપવું પડશે. માણસ આપ્યા વગર ક્યાંથી બચી શકવાનો છે ! કાળની મર્યાદા આપણી સામે ઊભી છે. માનવીની પામરતા એ છે કે મૃત્યુ પછી એ અહીંનું કાંઈ લઈ જઈ શકતો નથી. આ વાત એ જાણે છે છતાં અહીં આપી શકતો નથી. પણ આવી મર્યાદા સાથે માનવીમાં એક વિરાટતાય રહેલી છે. માણસ જો આપી દે તો એની એ વિરાટતા પ્રગટે; રાખીને બેસે તો એ વામણો રહે.
માનવી માટે ભાવનાનું ભાતું એટલે દિલની વિશાળતા. આમ માનવામાં અસીમ અને સીમાબદ્ધ એવી બેઉ શક્તિ છે. આવી અસીમ શક્તિ પેલા ભીમા કુંડલિયાએ બતાવી.
જીર્ણોદ્ધારની વાત એને કાનેય આવી. દાનનો પ્રેમકલહ જાગ્યો. ભીમાને થઈ ગયું કે હું મારી પાસે છે એ બધાનું દાન કાં ન કરું ? એ હતો તો એક સામાન્ય માણસ; ઘીનો વેપારી. એ એની મૂડી ગણવા બેઠો. બધું, નાનું મોટું પરચૂરણ કાઢ્યું તો રૂપિયો દોઢ થયો. ફાટેલું ધોતિયું. એમાં ઘીના ડાઘ, ધૂળથી રગદોળાયેલો પણ આજે એનામાં દાનની ભાવના જાગી ગઈ છે. આ દોઢ રૂપિયો એ એની જીવાદોરી હતી; પણ એને થઈ ગયું છે આ બધું જ આપી
ધર્મરત્નનાં અજવાળાં જ ૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org