________________
આપણે યાદ રાખવું જોઈએ કે જે આપીએ છીએ તે જ આપણને પાછું મળે છે. આ કુદરતનો સિદ્ધાંત છે; Law of Nature. સારું આપીશું તો સારું મળશે; ખરાબ આપીશું તો ખરાબ જ મળવાનું. આપેલું કાંઈ નકામું નથી જતું. હા ! કદાચ એ ફળતાં, કુદરતમાં વિલંબ દેખાય છે, પણ ત્યાં અવ્યવસ્થા નથી એટલી શ્રદ્ધા રાખજો.
હવે પેલા ગરીબ બાળકે એક વાર પેલા ધનિક છોકરાને બદામ-કાજુ ખાતો જોયો અને એણે એ માગ્યાં. પેલાએ એને અંગૂઠો બતાવ્યો. આ ગરીબ છોકરો રડતો રડતો ઘેર આવ્યો અને રડતાં રડતાં બધી વાત માને કરી અને મા પાસેથી બદામ-કાજુ માગ્યાં. માની આંખમાં આંસુ આવી ગયાં. બાળકનું દર્દ માતા કેમ જોઈ શકે ? માનું હૃદય દ્રવી ઊઠ્યું. એ હવેલી તરફ ગઈ. પેલી ધનિક શેઠાણી પાસે જઈને એણે કહ્યું કે “બહેન, તમને કુદરતે તમારા પુણ્યથી આપ્યું છે, તેથી મને આનંદ છે; હું એ વખાણું છું, પણ દયા કરી શેરીમાં છોકરાને મોકલો ત્યારે ખીસામાં બદામ-કાજુ આપીને ન મોકલો તો ઠીક.''
હિંડોળા પર ઝૂલતી શેઠાણી ખિજાઈ ગઈ અને બોલી, “જા રે જા, તું મને કહેનારી કોણ ? મારો દીકરો ખીસામાં બદામ-કાજુ લાવશે ને અઢાર વાર ખાશે.' આ સાંભળી ગરીબ બાઈને બહુ આઘાત થયો. આ આઘાતમાં એ બહાર આવી; ત્યાં તો એનો દીકરો કહે, “મા, બદામ !” માએ ક્રોધમાં પાસે પડેલો પથરો લઈ આપવા જતાં દીકરાના કપાળમાં વાગ્યો. માથું ફૂટ્યું. લોહીની ધારા ચાલી. પછી તો મા ખૂબ પસ્તાઈ, પાટો બંધાયો અને ઘા રૂઝાયો પણ ઘાનો ડાઘ રહી ગયો.
:
વર્ષો વીત્યાં ને એ છોકરો મોટો થઈ આજે પૈસાદાર થયો છે, પણ આજ સુધી રોજ સવારે એ અરીસામાં મોં જુએ છે ત્યારે પેલો ઘા એને કહે છે બીજાની લક્ષ્મીએ તારા કપાળમાં ઘા કર્યો; હવે તારી લક્ષ્મી બીજાના કપાળમાં ઘા ન કરી જાય એ જોજે.' આમ માણસે, મળેલા દુ:ખમાંથી સુંદર બોધપાઠ લીધો છે. આમ દુ:ખ ઘણી વાર સુખરૂપ બની જાય છે.
આ
આ દૃષ્ટિ તે પાંચમો સદ્ગુણ. આમાં બે ભાવ રહ્યા છે. પોતાની પ્રત્યે કઠોરતા, અન્ય પ્રત્યે કોમળતા; આવા સત્પુરુષનું હૃદય નીચેના સુભાષિતમાં છે :
वज्रादपि कठोराणि, मृदुनि कुसुमादपि ।
પારકાંના આંસુ, દુઃખ જોતાં એ દ્રવી જાય; પણ પોતાના જીવનના સંયમ, નિયમ, જીવનના અંતરાયો વેળા, સામનો કરવા માટે વજ્રતા દાખવે. આપણું કાર્ય એ છે કે અન્ય પ્રત્યે મૃદુતા કેળવવી, સ્વ પ્રત્યે વજ્રતા રાખવી.
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં * ૭૩
For Private & Personal Use Only
www.jainelibrary.org