________________
આપણે એ ખોટ પૂરી કરવાની છે.
શહેરીઓનાં જીવનમાં જોશો તો એનું દરેક ડગલું અને પગલું માત્ર સ્વાર્થ માટેનું જ હોય છે. ઓટલામાંથી મહેલ થઈ જાય તો પણ સ્વાર્થની એવી વૃત્તિ જતી નથી. માણસ આમ જો પોતાનો જ વિચાર કર્યા કરે ત્યાં સુધી માનવતા કેમ પાંગરે ? માનવીએ પોતાનું જીવન લીલું રાખવું હોય તો એના હૃદયમાં ભીનાશ, આર્દ્રતા આવવી જોઈએ. જેનામાં દાક્ષિણ્યભાવ હોય છે, તેનું હૃદય આવું ભીનું હોય છે; એ સ્નેહાળ હોય છે, અને તે બીજાને સહાનુભૂતિ બતાવી સહાયક બને છે. આવા માણસને કોઈ યાચના કરે તો એ કહે કે, તારા દુઃખને દૂર કરવા હું મારાથી બનતું બધું જ કરીશ. જૂના કાળમાં આવા લોકો દરેક સ્થળે મળી રહેતા, અને તેમની પાસે જઈ લોકો પોતાના અંતરનું દુ:ખ ઠાલવતા. આજે તો બીજાનું દુઃખ સાંભળવાની ધીરજ પણ આપણામાં રહી નથી, તો સહાયક તો ક્યાંથી જ થવાના ?
એક શહેરના નગરશેઠ ગુજરી ગયા ત્યારે એમને અંજલિ આપતાં કવિ શ્રી મેઘાણીએ કહેલું કે એ માણસ મોટા હતા પણ એનો ઓટલો નાનો હતો. કહેવાનો આશય એ હતો કે રસ્તે ચાલતો વૃદ્ધ પણ શેઠ પાસે આવી ફરિયાદ કરી શકતો. વગર તકલીફે એ નગરશેઠ સૌનું સાંભળતા. દરેકને માટે એનાં દ્વાર સદાય ખુલ્લાં હતાં. દુ:ખી લોકો તો આવાની પાસે જાય; મહેલમાં બેસી રહેનાર પાસે કોણ જવાનું હતું ?
જૂના કાળમાં માણસ જેમ જેમ મોટો થતો જતો તેમ તેમ એનામાં ગુણો વધતા. નાના લોકો સાથે પણ એ સંબંધ રાખતો, અને એનું દુ:ખ સાંભળી એ સહાનુભૂતિ બતાવતો. કુટુંબમાં પણ જો આવી એકાદ વ્યક્તિ હોય તો કુટુંબનાં બીજાં બધાંમાં પણ એ ભાવ ધીમે ધીમે આવે.
‘મજ્ઞાનનો યેન ગત: સ: પન્ચા:'ની જેમ મોટાંઓએ નાનાંઓને યોગ્ય માર્ગે લાવવા માટે પ્રથમ પોતાનું જીવન દાક્ષિણ્યભર્યું, પવિત્ર અને પરોપકારી બનાવવું જોઈએ. નાનાંઓ એ જોઈને એમનું અનુકરણ કરશે. માટે આપણો ધર્મ એ છે કે આપણે પહેલાં સુધરવું અને આપણા જ્ઞાનને અમલમાં મૂકવું.
આર્યો દાક્ષિણ્યભાવવાળો માણસ એટલો પરોપકારી હોય છે કે એ સ્વકીય લાભ અને બીજાના લાભ વચ્ચે તોલ કરે છે. બીજાનું કામ વધુ જરૂરી હોય તો એને સહાય કરવા એ પ્રથમ તૈયાર થાય છે; પોતાના પાંચ રૂપિયાના ભોગે પણ એ બીજાના પાંચ હજાર બચતા હોય તો તેમ કરવામાં સહાય કરે છે. આવો માણસ અનેકને સહાયક બની શકે. પણ આજે તો માણસ, ‘સમય નથી' કહીને કોઈને મદદ કર્યા વિના જ ભાગ્યો જાય છે. આવા માણસો પહેલા
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં * ૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org