________________
ધર્મી માણસે એના જીવનથી, આચારથી એવી હવા ઊભી કરવી જોઈએ કે એનો બોલ તરત ઝિલાય. આ ક્યારે આવે ? તમે બીજાઓ માટે પ્રથમ એવું કાંઈ કરીને જીવો તો ! આ તત્ત્વ આપણામાં પ્રથમ આવવાની જરૂર છે.
ખરી રીતે જોશો તો સમાજ કદી કૃતઘ્ની નથી બનતો. એ તો પુષ્પ નહિ તો એની પાંખડી પણ પાછી આપે જ છે. આપણું કરેલું કાર્ય કદી નિષ્ફળ જતું નથી. આજે કદાચ એ નહિ પાકે, તો નવી વર્ષાએ, બીજે ચોમાસે પણ પ્રગટ થશે જ. બી વાવ્યાં હોય તો ફળ આવ્યાં વગર રહે જ નહિ. હા ! વહેલુંમોડું ફળે એટલું જ. પણ ફળે એમાં તો શંકા નથી. આ શ્રદ્ધા કદી ન છોડતા. તા. ૨૩-૭-૧૯૬૦
૯૬ ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org