________________
છે. આગમ-સંશોધન માટે પૂ. આચાર્ય શ્રી આનંદસાગરસૂરિજી મહારાજ અવિરત કામ કરી રહ્યા હતા. એમનું કામ જોઈએ બીજાને થાક લાગી જાય એટલ શ્રમ એ લેતા. મેં પૂછ્યું, “પૂજ્ય ગુરુદેવ ! આટલી તકલીફ શા માટે લો છો ?' એમણે કહ્યું, “આ કાંઈ તકલીફ ન કહેવાય; જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરવાનો ઉત્સવ છે. અત્યારે તો પ્રત્યેક પળને જ્ઞાનથી ભરવાની છે; વધુ સમય જ ક્યાં છે ?"
આનું મૂલ્ય કદાચ આજે આપણને નહિ સમજાય. એ વાતો તો જૂના ગોળની જેમ વર્ષો પછી વધુ મૂલ્યવાન લાગશે. આવા સમર્થ જ્ઞાની ગુરુ પણ, જો કોઈ સાધુ માંદો પડે તો એની શાતા માટે, આવા જ્ઞાનની સેવાને પણ થોડી વાર થંભાવી દેતા, અને માંદા પાસે પહોંચી જતા, જ્ઞાનની આવી મહાન સાધના સંગે શુશ્રષા અને શ્રમ કરતાં આવા સાચા જ્ઞાની ગુરુનાં દર્શન જીવનને પ્રેરણા આપે છે.
તમે બીજાની પાસેથી કામ લેવા માગતા હો તો પહેલાં તમે એનું કામ કરી આપો. આજના ઘર-ઘરના અને સમાજના ઝઘડા, આને લીધે જ છે : કારણ કે માણસ ઉપેક્ષા કરીને અપેક્ષા ઝંખી રહ્યો છે.
- વિટ૨ હ્યુગોમાં એક પ્રસંગ આવે છે. એક સામાન્ય પાદરી હતો. એક વાર રસ્તામાં એણે કોઈ ગૂમડાંવાળો માણસ જોયો. વેદનાનો માર્યો એ રિબાતો હતો. પોતાનું કામ છોડી એ પાદરી ત્યાં રોકાયો અને પેલાને મદદ કરી. તે સમયે બાજુમાંથી અસંખ્ય લોકો પસાર થઈ ગયા. કોઈએ ત્યારે તો પેલાને મદદ ન કરી, પણ દરેક જણના અંતરમાં થયું, “વાહ ! આ કેવો સેવાભાવી !” અને પરિણામે એનું આ સેવાકાર્ય હજારોની આંખમાં જડાઈ ગયું, પ્રેરક બન્યું અને એની સેવા પર વાર્તા લખાઈ.
આ માણસને મહાન બનાવનાર કોણ ? પેલા ગૂમડાંવાળા માનવીનો પ્રસંગ, આવા પરોપકારના નિમિત્તમાં જ ખરો સ્વઉપકાર રહેલો છે. યાદ રાખજો કે બાજુના પડોશીને ત્યાંની આગ બુઝાવશો તો તમારી પણ સલામતી રહેલી છે; ગુલાબદાનીથી બીજા પર ગુલાબજળ છાંટવા જશો તો તમને પણ એની સુગંધ જરૂર મળવાની જ છે.
આવા લોકોનું વાક્ય ગ્રાહ્યવાક્ય બને છે. એવાનો પડ્યો બોલ તરત ઝિલાય છે. બાકી તો ડોસો પડ્યો પડ્યો બોલે કે, “અલ્યા, કોઈ પાણી તો પાઓ' ત્યારે ઘરનાં માણસ સંભળાવે : “તમે ક્યાં કોઈ દિવસ કોઈને પાણી પાયું હતું કે તમને કોઈ પાય !” આ દશા માણસની થવાની. માટે અત્યારથી જ એનાથી ચેતજો.
ધર્મરત્નનાં અજવાળાં જ ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org