________________
માણસ બેચેન થાય, તેમ આવો શુદ્ધ વૃત્તિવાળો માણસ પણ પરિગ્રહ વધતાં બેચેન થઈ જાય છે. વાળનો વધારો થતાં માણસ પૈસા ખર્ચીને પણ વાળ કપાવીને ભાર હળવો કરે છે, તેમ એ પણ ભાર ઓછો કરવા દાનની ઝંખના કરે છે.
આજે તો ધનિકોને એમ લાગે છે કે સાધુને પણ અમારા વગર કયાં ચાલવાનું છે ! એથી ધર્મની નહીં, ધનની પ્રતિષ્ઠા વધી છે. આ દૃષ્ટિ બદલાવાની જરૂર છે.
આજથી સોળ વર્ષ ઉપરની એક વાત છે. એક સ્થળે એક સંત રહેતા હતા, અને તેઓ એક સંસ્થાનું સંચાલન કરતા હતા. એમની પાસે એક શેઠ આવ્યા અને કહ્યું કે આ ત્રણ લાખ રૂપિયા લો. સંતે માત્ર એક લાખ લીધા અને બે લાખ પાછા આપ્યા. બીજા વર્ષે ફરી એ શેઠ દાન આપવા આવ્યા. સંતે બેમાંથી એક લાખ લઈ એક લાખ પાછા આપ્યા. ત્રીજે વર્ષે એણે ત્રીજા લાખ સ્વીકાર્યા. પેલા ધનિકે કહ્યું કે ત્રણ વર્ષે ત્રણ લાખ લીધા તો એક વખતે કેમ નહિ ? સંતે જવાબ આપ્યો કે એકી સાથે એ રકમ લીધી હોય તો તારામાં ગર્વ આવી જાત, અને તારું દાન નમ્રતાને બદલે અહંકારમાં પલટાઈ જાત. મારે તને સમજાવવું હતું કે પૈસાની લેવડ-દેવડ કરતાં માનવીનો દાનભાવ વધારે મોટો છે.
આટલા માટે જ કહેવાયું છે કે, દાનની રકમ કરતાં એની પાછળ દિલ, આપ્યાની આનંદ-ભાવના એ વધુ મૂલ્યવાન છે. દાનમાં અર્પણભાવ હોય ત્યાં જ આનંદ આવે; એ ભાવ ન હોય તો અમરતાની પગદંડી હાથ લાગવાની નથી. આ પગદંડીનાં દર્શન માટે દાન આવશ્યક છે. વાદળી જેમ વરસીને હળવી થતી જાય છે એમ માનવીએ દાન દઈને હળવા થઈ આ આનંદ મેળવવો જોઈએ.
આપણા જીવનની પ્રત્યેક ક્ષણે આ ઉદારતા અને દાનની ભાવના જાગ્રત રહેવી જોઈએ. ચિત્તની ઉદારતા વગર ખાલી આરાધનાનો શો અર્થ ? આપણું પ્રથમ કાર્ય ચિત્તને કેળવવાનું છે. આ ચિત્તની કેળવણી એ બહુ મોટી વાત છે.
આ માટે આપણે સાતમો સગુણ બતાવ્યો છે. અશઠતા – શઠતાનો ત્યાગ. આવો માણસ નિર્મળ હૃદયવાળો હોય છે. એનું જીવન આંતર-બાહ્ય પારદર્શક હોય છે. ચિત્ત, વાણી અને ક્રિયા પણ પારદર્શક હોય છે, એના જીવનમાં ત્રણેયનો સુસંવાદ હોય છે. આવો માણસ વિશ્વસનીય છે અને પરિણામે પ્રશંસનીય છે. એ ઉન્નત બુદ્ધિવાળો હોય છે; એની બુદ્ધિ સરાણે ચડેલી તલવારની ધાર જેવી તીણ વિદ્યુતમથી હોય છે.
તા. ૨૧-૭-૧૯૬૦
૮૬ ક ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org