________________
સંગીતમાં જો ગીતના સૂર, વાદ્ય અને તાલનો સુમેળ ન હોય તો સુંદર સંગીત કેમ પ્રગટી શકે ? એ ત્રણેય વસ્તુનો સમન્વય થવો જોઈએ. પણ આપણો તો આત્મદેવ જુદું ગાય છે. વાણીનું તબલું જુદું વાગે છે અને ક્રિયાની પેટી જુદે સૂરે બજી રહી છે. એટલે મન, વચન અને ક્રિયાની આ વિસંવાદિતા ન જાય અને સંવાદિત ન રચાય ત્યાં સુધી સાચી શાન્તિ મળવી શક્ય નથી.
જે કાળમાં ઘરની વ્યક્તિઓમાં આવી સંવાદિતા હતી તેથી કુટુંબો સુખી હતાં. આજે તો ઘરનાં સગાં પાસે પણ, આપણી વાતો સાચી છે એ બતાવવા સોગન ખાવા પડે છે; અને એમ સોગન ખાઓ તોય સામી વ્યક્તિ એ વાતને આઠ આના જ સાચી માને છે. આનું કારણ એ છે કે જગતમાં માયા અને જૂઠ ખૂબ વધી ગયાં છે.
અભયા રાણીએ સુદર્શન શેઠને ફસાવ્યો અને શેઠે પોતાનો સંયમ સાચવ્યો, અકાર્યમાં ન ગયા ત્યારે રાણીએ શેઠ પર બળાત્કારનો આક્ષેપ કર્યો, બૂમો પાડી. આખું ગામ સત્ય જાણ્યા વગર સ્ત્રીના, અભયાના પક્ષમાં આવી ગયું. શેઠની પત્ની મનોરમાને કાને આ વાત આવી. અને તો શ્રદ્ધા હતી કે શેઠ મન-વાણીકાયાથી પવિત્ર છે. કોઈ પણ નારીના રૂપ પર પણ એ દષ્ટિ ન કરે. એણે પ્રાર્થના કરી કે, “હે શાસનમાતા ! દૈવી તત્ત્વ, અમારું શીયળ અને દામ્પત્યજીવન શુદ્ધ અને પવિત્ર હોય તો પ્રસન્ન થાઓ, નહિતર અત્યારથી જ હું અન્નજળનો ત્યાગ કરું છું.” એણે આવી પ્રતિજ્ઞા કરી, કારણ કે શેઠની પવિત્રતા માટે એની પત્નીને શ્રદ્ધા હતી. એના મન-વચન-કાયાના સંવાદમય સંગીતને એણે જીવનભર સાંભળ્યું હતું, એટલે જ ગામ ગમે તે કહેતું, પણ પતિ ઉપર એને પૂરો વિશ્વાસ હતો. એના દિલમાં શ્રદ્ધાની જ્યોત જલતી હતી. જેવું એનું ચિત્ત એવી એની વાણી, અને જેવી એની વાણી એવું એનું વર્તન. એટલે શાસનદેવ પધાર્યા. એની અપૂર્વ શ્રદ્ધાથી શૂળી પણ સિંહાસનમાં ફેરવાઈ ગઈ. આમ માણસ ધારે તો એના ગૃહસ્થાશ્રમને પણ પવિત્રતા દ્વારા સ્વર્ગ બનાવી શકે છે.
પણ અંદરની વૃત્તિ ન બદલાય ત્યાં સુધી જીવનમાં આવો પલટો ન આવે. આ માટે પ્રથમ તો મન બદલાવું જોઈએ, અને એ કાંઈ એકદમ ન આવી શકે. એને માટે પૂર્વતૈયારી જોઈએ. જેણે સાધુ બનવું છે એણે કપડાં નહિ, વૃત્તિને બદલવાની છે. જ્યાં સુધી વૃત્તિઓ સહેજે વિરક્ત ન બને ત્યાં સુધી બીજું બધું નકામું છે. જો મન વિરક્ત નહિ હોય તો એવો માણસ, સાધુ થઈને જ્યાં જશે ત્યાં વસ્તુઓ ને વ્યક્તિઓનો સંગ્રહ વધવાનો; કારણ કે એની એ વૃત્તિ ગઈ નથી હોતી.
વૃત્તિઓની નિર્મળતામાં જ ધર્મ છે. એ નિર્મળ થાય એટલે સંગ્રહનું મન જ ન થાય. પછી તો એને પરિગ્રહ ભારરૂપ લાગે. માથા પર વાળ વધતાં
ધર્મરત્નનાં અજવાળાં - ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org