________________
ભૂલ જોઈ શકતો નથી, એના જેવું ખોટું જગતમાં બીજું કાંઈ નથી.
કુસુમપુર નામનું એક નગર હતું. ત્યાં એક મકાન હતું. ત્યાં બે સાધુ રહેવા આવ્યા. એક ત્યાગી પણ આડંબરી; બીજો શિથિલ પણ ગુણજ્ઞ. પેલા સરળ સાધુ પાસે જ્યારે ઘરધણી આવ્યો ત્યારે આ સરળ સાધુએ પેલા આડંબરી સાધુની પ્રશંસા કરી, ગુણગાન ગાયાં. આ સાધુ ગુણાનુરાગી હતો. જ્યારે શેઠે ઉપદેશ માગ્યો ત્યારે એણે કહ્યું કે શેઠ, ઉપદેશ તો પેલા તપસ્વી આપશે. શેઠ પેલા તપસ્વી અને આડંબરી સાધુ પાસે ગયા. ત્યાં તો આડંબરી સાધુએ ગુણાનુગારી સાધુની નિંદા શરૂ કરી. આમ કરતાં એના પોતાના ભવની પરંપરા વધી ગઈ જ્યારે પેલા સરળ સાધુને એ જ ભવમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
માણસ એટલો વામણો થઈ ગયો છે કે એ બીજાની વિશાળતા કે વિરાટતા જોઈ શકતો નથી. પોતાની ક્ષુદ્રતાના કારણે એને બીજા માટે અદેખાઈ આવે છે.
પણ માણસમાં જ્યારે વિરાટતા જાગે છે, જ્યારે એ મહાન બને છે ત્યારે પોતાના મોટા સદ્ગુણ એને નાના લાગે છે અને બીજાના નાના ગુણને એ મોટા જુએ છે. જે માણસ પોતાની લઘુતા જુએ અને બીજાની વિરાટતા જુએ, તે માણસ માટે જ વિકાસનો અવકાશ રહે છે.
માટે જ કહ્યું છે કે
परगुणपरमाणुन् पर्वतीकृत्य नित्यम्
I
निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥
આપણું કાર્ય બીજાને અનુમોદના આપવાનું છે. એનાં વખાણ કરો, પણ એને વખોડો નહિ. વાસ્તવિકતાને જોનાર માણસ ભૂલ જોઈ શકે છે. આથી જ તેને સુધ૨વાનો અવકાશ રહે છે.
અકબરે એક વખત બિરબલને કહ્યું કે આ મારી લીટીને કાપ્યાકૂપ્યા વગર નાની બનાવી દો. સૌને વિચાર આવ્યો કે તે શક્ય જ નથી. લીટીને ભૂંસ્યા વગર નાની કરાય જ કેમ ? પણ બિરબલે નાનીની પાસે જ બીજી નવી, મોટી લીટી દોરી કે જેથી આપોઆપ અકબરની લીટી નાની દેખાવા લાગી.
આપણે જીવનમાં આનો બોધપાઠ લેવા જેવો છે. બીજાને નાના બનાવવાનું છોડી, આપણે વિરાટ, મોટા બનવા મથવું જોઈએ. જો તમે બીજાને નાના બનાવવામાં જ રહેશો તો તમે મોટા ક્યારે થશે ? દુર્ગુણવાળા માણસને દુર્ગુણી ન કહો, માત્ર તમે વધુ સદ્ગુણી બનો. લોકો એ દુર્ગુણ અને સદ્ગુણનો ભેદ બરાબર સમજી શકવાના છે; એને કાંઈ કહેવા જવાની જરૂર નથી. બીજાની નાનમ ન જુઓ; તમારું જીવન વિરાટ બનાવો.
૯૦ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org