________________
જે આત્મા ધર્મી થવા માગતો હોય તે તો ભાવથી સારવાળું હૃદય રાખે છે. મન જ્યારે સરળ હોય ત્યારે આ બની શકે. ઘણા લોકો કામ કરીને પોતાની પ્રશંસા કરાવે છે, જ્યારે ભાવ-સારવાળા લોકોને પણ પ્રશંસા તો મળે છે પણ એમને એની સ્પૃહા નથી હોતી. નામના થાય તો તેને આપણાથી રોકી શકાતી નથી, પણ નામના મેળવવાની સ્પૃહા તો જરૂર રોકી શકાય છે.
- ફૂલની પાસે આવી ભ્રમર ગુંજારવ કરે તેમાં વાંધો નથી. એમાં ફૂલનો દોષ નથી. એ ગુંજારવ સ્વાભાવિક છે. આમ માણસની લાયકાતને કારણે એને પ્રશંસા મળે તો ભલે; એ અનિચ્છનીય નથી.
આત્મા જ્યારે વાસ્તવિકતાનું દર્શન કરે છે ત્યારે એ ખુશ થાય છે. જ્યાં સુધી ભ્રમરને મધપાન નથી મળતું ત્યાં સુધી તેનું ગુંજન બંધ થતું નથી. આવી રીતે આત્માને જ્યાં સુધી વાસ્તવિક ગુણનું દર્શન ન થાય ત્યાં સુધી એને પ્રસન્નતા લાગતી નથી. આપણે સ્વજનને જોઈએ ત્યારે એ આફ્લાદ, એ રોમાંચ ત્યારે જ શક્ય બને – જો એમાં સ્નેહની વાસ્તવિકતા હોય.
આજે આપણું મન અવાસ્તવિકતા તરફ જઈ રહ્યું છે. આપણે આખો વખત બીજાનો વિચાર કરી એનું ધ્યાન કરીએ છીએ, પણ આપણું પોતાનું ધ્યાન ધરતા નથી.
તમે ભલે બધી કરણી કરો, પ્રવૃત્તિ કરો, પણ પછી દરેક વેળા મનને પૂછો કે એનાથી મારું મન, મારો આત્મા પ્રસન્ન થાય છે ? ન થયો હોય તો કયે કારણે નથી થયો ? તપાસો. ભૂલ શોધી ભાવિ માટે કાળજી રાખો. વ્યાખ્યાન સાંભળ્યા બાદ એના ઉપર વિચાર કરો. શું મળ્યું ? કયો વિચાર, કઈ નવી દૃષ્ટિ મળી ? કયો દોષ ગયો ? કયા સગુણને પોષણ મળ્યું ? આમ કરશો તો જ ચિત્ત એમાં તલ્લીન થતું જશે, લય પામશે અને વૃત્તિઓ આત્મા તરફ ઢળશે.
- સ્તવન પણ એવું કરો કે જેથી બીજાને આનંદ આવે. સ્તવનમાં આપણે રંગાઈ જવું જોઈએ. એ તો આપણા આત્માને પ્રસન્નતા અર્પે છે. આવી પ્રસન્નતા બીજાને પણ આનંદ જ આપશે. જ્યાં સુધી આવો લય લાગે નહિ ત્યાં સુધી સત્યનું દર્શન નહિ લાધે.
માણસ બધું છોડી શકે છે પણ એ માયામાંથી નથી છૂટી શકતો. સાધુ થયેલો માણસ કંચન-કામિનીને છોડે છે. પણ એવાને પણ કીર્તિની ઝંખના છૂટતી નથી. પણ એ લોકો ભૂલી જાય છે કે માયાનું વચન, એ તો રમતનું વચન છે. માણસ જ્યારે પોતાની જાતને, પોતાના કાર્યને ઓળખી શકે, ત્યારે તે ભવસાગર તરી શકે છે. જે માણસ ખોટાને ખોટા તરીકે જોઈ શકતો નથી, પોતાની
ધર્મરત્નનાં અજવાળાં * ૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org