________________
શકાય. સરળ માટે ધર્મપ્રવાસ સરળ છે. કુટિલ માટે કઠણ છે. જેઓ ધર્મને ક્લિષ્ટ કહે છે એ ધર્મ નથી; એ તો એમના મનની વાતો છે. જે લોકો એમ કહે કે ધર્મ બધાંને ન સમજાય,
धर्मस्य तत्त्वम् निहितम् गुहायाम्
वयम् प्रविष्टा भृषमेव तत्र । તો એવા માણસો ધર્મને નામે કાંઈ બીજું વેચવા નીકળ્યા છે એમ સમજજો. ધર્મ તો ગામડાનો ગરીબ પણ સમજે ને આચરી શકે એટલો સરળ છે.
ધર્મનાં આ પગથિયાં ઊંચાં પણ નથી, સાંકડાંય નથી; એટલે તમે હાંફ વગર ચડી શકો. આ પગથિયું એટલે એક એક સગુણ. જે માણસના જીવનમાં હેતુ, ધ્યેય, સગુણ નથી તે ક્યાંય પહોંચી શકવાનો નથી.
આપણે આ પહેલાં ક્ષુદ્રતાનો ત્યાગ, સંપૂર્ણ અંગોપાંગ, પ્રકૃતિ-સૌમ્યત્વ અને લોકપ્રિયતા – એમ ચાર પગથિયાં જોઈ ગયાં, હવે આપણે પાંચમે પગથિયે આવ્યા છીએ.
પણ આ વખતેય પાછલાં પગથિયાં ભૂલી ન જતા. ભણીને પુનરાવર્તન કરતાં કરતાં જીવનમાં કેટલી શાન્તિ, કેટલો આકાર આવ્યો, તેનો અનુભવ કરો. જેટલું જીવનમાં ઊતરશે એટલો વિજય મળશે; માત્ર સાંભળવાથી કાંઈ ન મળે. ડૉક્ટરે આપેલી દવા જોઈને બેસી રહેવાથી રોગ ન જાય; એનું સેવન, અમલ જોઈએ. તો જ જીવનમાં પરિવર્તન આવે.
આ પાંચમું પગથિયું એટલે ક્રૂરતાનો ત્યાગ. જે ઠરેલો છે તે જ બીજાને ઠારી શકે, શાન્તિ આપી શકે. જે બરફની પાટ પાસે જઈને બેસે તેને શીતળતા મળે; જે ભઠ્ઠી પાસે જઈને બેસે તેને તાપ મળે. વસ્તુનો આ સ્વભાવ છે. એની અસર સામાને થાય છે. બળેલો બીજાને બાળે છે, ઠરેલો બીજાને ઠારે છે. આથી જ્ઞાનીઓએ કહ્યું છે કે જે માણસ બોધ પામેલો છે તે જ બોધ પમાડી શકે.
ખરો ધર્મી કેવો હોય ? એનામાં ચંદનની શીતળતા હોય, જેથી એ બીજાને ઠારી શકે. એનામાં શાન્તિ, શીતળતા અને સૌમ્યતા હોય. આવો ધર્મી જ્યાં જાય ત્યાં સૌમ્યતાની હવા સર્જી શકે છે.
ક્રૂરતા નહિ, એટલે શું ? એટલે એ કે જીવનમાં કોઈ જાતની ક્લિષ્ટતા ન જોઈએ; કોમળતા જોઈએ. જેનું હૃદય કોમળ હોય, બીજાનું સુખ અને સફળતા જોઈ રાચે, એ ધર્મી.
ઘણા જણ બીજાનું સુખ જોઈ નિરાશ થાય છે. આવો માણસ ક્લિષ્ટતાવાળો છે. અને તે ધર્મ માટે યોગ્ય નથી. જ્યારે માણસ હૃદયથી નઠોર,
ધર્મરત્નનાં અજવાળાં 5 ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org