________________
સમાજ આવો ચોર થવા લાગ્યો છે; ત્યાં માત્ર રાજ્ય અને પ્રધાનનો દોષ દેવાનો શો અર્થ ?
રાજ્ય અને પ્રધાન એટલે કોણ ? આપણે પોતે. પ્રધાનો કંઈ ઉપરથી નથી આવતા. એ ચૂંટાણી દ્વારા આવે છે. પણ આવે છે તો સમાજમાંથી જ ને ? માણસની પોતાની અંદર જો ન્યાય, કાયદાનો આદર નહિ હોય, જીવનમાં સિદ્ધાંત નહિ હોય તો રાજ્ય ગમે તેટલા કાયદા કરશે પણ તેને સમાજ તોડશે. આ માટે પ્રજાના જીવનનું ન્યાયધોરણ બલવવું જોઈએ, એમને ઊંચી દૃષ્ટિ આપવી જોઈએ.
એક ન્યાયાધીશ હતા. અત્યંત જરૂરી કામે એમને એક ઠેકાણે જલદી પહોંચવું પડે તેમ હતું. ગતિમર્યાદાના નિયમનો ભંગ કરી, પોલીસની ચોકી વટાવી એ ઝડપથી મોટર હંકારી ગયા. પોલીસે પણ સાહેબની મોટર હતી એટલે ન રોકી. પણ કામ પૂરું કરીને સાહેબ પોલીસચોકીએ પાછા આવ્યા અને નિયમભંગ માટે જાતે નામ નોંધાવ્યું. તેઓ માનતા હતા કે સમાજની પ્રત્યેક વ્યક્તિએ ખુદ પ્રજાજન, પોલીસ અને ન્યાયાધીશ બનવું જોઈએ; તો જ સમાજ ઊંચો આવે. એમણે એમ કર્યું.
આમ આપણે જાતે રાજ્યના કાયદા પાપભીરુતાથી પાળવા જોઈએ. આજે તો વેપારી, કાયદામાંથી ફાયદા શોધવા પાછળ પડ્યો છે. જ્યાં સુધી પ્રજાજનના હૃદયમાં આવો પલટો નહિ આવે ત્યાં સુધી બહારના કાયદાથી શો હેતુ સરવાનો છે !
પાપભીરુએ જેમ રાજ્યના કાયદાને માન આપી જીવવાનું છે એમ જ સમાજની અંદરના કેટલાંક કાર્યોને ધૃણામય, ત્યાજ્ય ગણવાં જોઈએ. આ માટેની હવા પેદા થવી જોઈએ. આજે તો આપણે ત્યાં સમાજનું કાંઈ બંધારણ જ નથી. વ્યક્તિ ફાવે તેમ વર્તે છે, સ્વછંદતાથી જીવે છે.
પણ એક કાળ એવો હતો કે જ્યારે માણસ પોતાની જાતથી અને સભ્ય સમાજથી તેમ જ પવિત્ર લોકોથી ડરતો. અમુક કામ સભ્ય પુરુષથી ન જ થાય, એમ માનતો. આજે એ મર્યાદા રહી નથી. આજે તો સ્વતંત્રતાને નામે માણસે સ્વચ્છંદતાને જીવનમાં પ્રસરાવી દીધી છે. પાપભીરુ માણસે સમાજના સર્વ નિયમનું પૂરી રીતે ને ભવ્યતાથી પાલન કરીને જીવવું જોઈએ.
પાપભીરુની ત્રીજી દૃષ્ટિ એ ધર્મ પ્રત્યેની એની સમજણ છે. ધર્મનો પ્રદીપ બધી બાજુ પ્રકાશ પાથરે છે. એ માને છે કે ધર્મી થઈને જીવે તેને પાપ કરવું ન જ પડે. કહ્યું છે કે, “વ રક્ષત ક્ષતિ: માણસ જો ધર્મથી જીવે, ધર્મનું જીવનમાં રક્ષણ કરે તો ધર્મ એનું જરૂર રક્ષણ કરવાનો. પણ આજે તો લોકો
ધર્મરત્નનાં અજવાળાં ક ૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org