________________
છે; અને તે એ કે જેણે આજ સુધીમાં એક પણ સ્ત્રી પ્રત્યે કુદષ્ટિ ન કરી હોય, ખરાબ શબ્દો ના બોલ્યા હોય, જેણે કોઈ સ્ત્રીને જોઈ મનમાં વિકાર ન અનુભવ્યો હોય અને જેને પારકી સ્ત્રીના રૂપની લાલસા ન જાગી હોય તે આગળ આવે અને મારે. તમે સૌ શાન્તિથી ઊભા રહી તમારા મનને પૂછો, તમારા ઈષ્ટદેવને પૂછો, અને પછી જો તમને લાગે કે આવા નિર્મળ અને વિશુદ્ધ છો, તો જ ઘા કરો.
સાધુ સંગે સી ધ્યાનમાં ઊભા. દરેકે પોતાના અંતરને શાન્તિથી પૂછવા માંડ્યું. અંદરનો આત્મા તો જે હતું તે કહી દેવા માંડ્યો. આપણે દરેક પણ આ કરી શકીએ પણ આજે આપણે મનની સાથે વાત કરવાનો સમય જ રાખતા નથી, આપતા નથી.
મૌનનું આ એકાંત એટલે મનની સાથે વાત. આપણે આજે આ કરીએ છીએ ખરા ? આપણે તો એકાંત મનથી ડરીએ છીએ. જરાક નવરા પડ્યા કે રેડિયો ચલાવવા બેસો છો, પણ ક્યારેય શાંત બેસી મન સંગે વાત કરી છે ? તો કેટલાય વિચારો તમને આવશે. આપણે અનુભવ્યું છે કે મંદિરમાં જઈને બેસવા છતાંય આપણા મનમાં ઠેકડા ચાલે છે. બહાર ન જણાય એટલા વિચારો એકાંતની શાન્તિમાં ફૂટી ઊઠે છે. આપણે મૌનની શાન્તિ શીખવાની છે; તો જ આપણને આત્માનો અવાજ સંભળાશે. એટલા જ માટે ઘણી વાર આપણે વ્યવહારમાં કહીએ છીએ કે “તારા આત્માને, તારા અંતરને પૂછી જો'....માંગીએ તો અંતરનો આ અવાજ જરૂ૨ આવે.
ધ્યાનની આવી શાન્તિમાં પેલા મારવા આવેલા બધાએ જોઈ લીધું કે સ્ત્રીની મશ્કરી ન કરી હોય, એની ચેષ્ટા ન કરી હોય, એની પ્રત્યે કદષ્ટિ ન કરી હોય એવો કોઈ ન હતો. દરેક જણ શરમાઈ ગયો અને ધીરે ધીરે એક પછી એક ત્યાંથી સરી ગયો. સાધુએ આંખ ખોલી ત્યારે ત્યાં પેલી સ્ત્રી સિવાય બીજું કોઈ ન હતું.
- સાધુએ બાઈને ત્યાંથી રજા આપી અને કહ્યું કે હવે તું તારા જીવનને નવસર્જન આપ, જે માણસ અંધકારમાંથી, ખીણમાંથી બહાર આવવા માગે છે તેને નવપ્રભાતનાં સુંદર દર્શન આમ જરૂર મળે છે.
“આત્મા સો પરમાત્મા” એમ જે કહ્યું છે તેનો અર્થ જ એ કે આપણો આત્મા એ કર્મ અને વાસનાથી ઢંકાયેલો પરમાત્મા જ છે. પાપભીરુ મન, ધીરે ધીરે કર્મ અને પાપથી મુક્ત થાય છે અને આત્મા પરની વાસના દૂર થતાં, એ પરમાત્માનો પૂર્ણ પ્રકાશ પામે છે.
પેલા ભિખારીને સોનામહોર માટે અંતરમાં જે કજિયો જાગ્યો તેનું નામ
૭૮ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org