________________
ડે છે. માટે તક મળે ત્યારે આપવા માંડો, રાખી ન મૂકો.
ચિત્તની ઉદારતા પછી આપણે બીજો ગુણ નમ્રતાનો ચર્ચી રહ્યા છીએ. વિજય મળે તો ગર્વ ન આવવા દો. કહો કે કુદરતનો સાથ મળતાં, મિત્રોની સહાય મળતાં, વિજય મળ્યો છે.
પણ જગતનો ન્યાય કેવો છે ? સારું હોય તો ‘એ હું કરું છું;' ખરાબ હોય તો ‘તેં કર્યું છે,' એમ કહે છે. આ હું તું આપણા જીવનમાં સર્વત્ર દેખાય છે.
આનું કારણ એ કે આપણને દરેકને પ્રશંસા ગમે છે. એ આપણી આંતરિક વૃત્તિ છે. માણસ સારાનું માન લેવા તૈયાર થાય છે, પણ ખરાબ માટે ઠેઠ ભગવાન ઉપર દોષ ઢોળે છે. ઈશ્વરનું સર્જન આમ એક રીતે માણસે જ કર્યું છે; એમાંથી જ ઈશ્વરવાદ આવ્યો. આપણે સૌએ ભૂલોનો ટોપલો નાખવા માટે આજે તો આમ ઈશ્વરને ઊભો કર્યો છે.
વ્યવહારમાં જ જુઓને ! લગ્નની કંકોતરીમાં ‘અમારા ચિ. ભાઈનાં લગ્ન અમે નક્કી કર્યાં છે.' લખીને તમે માન મેળવો છો; મોટા ભા બનીને ફરો છો; પણ મરણનો કાગળ લખવો હોય તો ! તો એ ટોપલો ઈશ્વર ઉપર નાખી જણાવો છો કે ‘ઈશ્વરને ગમ્યું તે ખરું.' આમ મંગળ વખતે માણસ પોતાના અહમને પોષે છે; દુખ, મુશ્કેલીને વખતે એ ટોપલો પ્રભુને શિરે નાખે છે. અહીં એક વાત યાદ આવે છે. એક માળીએ સુંદર બગીચો બનાવ્યો હતો. વરસાદ વરસ્યો અને બાગ ખીલી ઊઠ્યો. કોઈ ચિંતક ત્યાં આવ્યો ને પૂછ્યું કે આ લતા, વાટિકા, ફળ, ફૂલ અત્યંત સુંદર છે; આ કોણે બનાવ્યાં ? તુરત જ માળીએ કહ્યું, ‘મેં.’ એણે એમ ન કહ્યું કે મેઘની કૃપાથી, વર્ષાની મહેરથી આ બાગ થયો છે.
એવામાં એક ગાય ત્યાં આવી ચડી. માળીએ જોરથી એને લાકડી મારી અને ગાય મરી ગઈ. માળીને રાજા સામે ઊભો કર્યો અને રાજાએ પૂછ્યું, “અરે ! તેં ગાયને મારી નાખી ?' માળીએ જવાબ આપ્યો, “ના, રે ! લાકડીથી કાંઈ ગાય મરે ? લાકડી એ તો નિમિત્ત માત્ર છે; બાકી ભગવાન એનો મારનાર છે, હું નહિ.'
આપણા આખા જીવનમાં આ હું
સમાજ,
મોટો હું, અહમ્ પડેલો છે. ધર્મ, રાષ્ટ્રસેવા બધામાં આ અહમ્ જ મોટો થઈ રહ્યો છે, અને પરિણામે અંદરનો માનવી પ્રતિદિન નાનો ને નાનો થઈ રહ્યો છે. પણ આપણે યાદ રાખવું જોઈએ કે એ અહમુ વધી પડતાં, માણસ એક દિવસ ફુગ્ગાની માફક ફૂટી જવાનો છે.
Jain Education International
—
ધર્મરત્નનાં અજવાળાં * ૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org