________________
૧૬. શાશ્વત શું ?
છે. પણે છેલ્લા થોડા દિવસોથી જ લોકપ્રિયતાના ગુણનો વિચાર કરી $ રહ્યા છીએ; અને એને અંગેના ત્રણ ગુણોદાન, વિનય અને શીયળની ચર્ચા ચાલે છે.
લોકો બહારથી કદાચ માન કે સ્થાન આપે તો તેવી લોકપ્રિયતા કે પ્રમાણપત્રો લાંબું ટકી શકવાનાં નથી. સમાજની આજની વાતો, પ્રશંસા, ખુશામત અને વિશેષણોથી ભરમાઈને આવતી કાલનો મિનારો આપણાથી ન બાંધી શકાય.
સાચી લોકપ્રિયતા તમારી પોતાની શક્તિમાંથી આવવી જોઈએ. એ શક્તિ જ કઈ ? પૈસાની ? ના, કારણ લક્ષ્મી એ તો
ચપલા છે; સરકી જશે. એને બાંધી શકાતી નથી. ગત જન્મનાં સુકૃત્ય હશે ત્યાં સુધી જ
એ રહેશે; પણ પુણ્ય પરવારતાં એ રોકાશે જે નહિ. આ લક્ષ્મી તો પાણીની ઉપર ચાલતી છે નૌકા જેવી ચંચળ છે. આપણા જીવનસંસાર
– સરોવરમાં લક્ષ્મી એક તરાપો છે. તમે બૂ સ્થિર રાખવા મથશો તોય એ ચંચળ જ * રહેવાની,
ધર્મરત્નનાં અજવાળાં કે કૃપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org