________________
આજના શિક્ષણમાં આ વિનય અત્યંત આવશ્યક છે. પ્રોફેસ૨ બબડ્યા કરે અને છાત્રો મશ્કરી કરતાં કરતાં સાંભળે, એવી વિદ્યા આશીર્વાદરૂપ નથી બનતી; એ તો અભિશાપરૂપ બની જાય છે.
ચંડાલ પાસેથી જ્ઞાન મેળવવા બિંબિસાર રાજાએ ઘણા પ્રયાસ કર્યા પણ એને એ જ્ઞાન ન લાધ્યું, ત્યારે એમણે અભયકુમારને આનું કારણ પૂછ્યું. અભિપ્રાય આપતાં અભયકુમારે જણાવ્યું કે મહારાજ, વાસણને પાણીથી ભરવું હોય તો કૂવામાં નાખવું પડે છે; ત્યાં જઈ વાસણે વાકાં વળી નમવું પડે છે, ત્યારે જ પાણી અંદર ભરાય છે, એમ ને એમ નહિ. આમ જ પલાંઠી વાળી, અક્કડ થઈને બેસે તો ઘડો ભરાય ? જ્ઞાનથી ભરાવા ઇચ્છનારે પોતે વિનયથી વાંકા વળવું જોઈએ. માટે આપ સ્થળાન્તર કરો. આપની જગ્યાએ ચંડાલને બેસાડો અને આપ એની જગ્યાએ બેસો. જ્યાં સુધી આપણે વિનયથી નાના નથી બનતા ત્યાં સુધી કદાચ આપણને વસ્તુની માહિતી મળશે પણ અંતરનું જ્ઞાન નહિ લાધે. માહિતી એ બહારની વસ્તુ છે; જ્ઞાન એ અંતરનો આવિષ્કાર છે.'
આથી જ જ્ઞાનીઓએ આપણને કહ્યું છે કે જે માણસ અક્ષરમાં રહેલા અક્ષરને સમજે છે તે જાતે અ-ક્ષર બને છે. કાગળ ઉપરના અક્ષરોમાં કાંઈ નથી; પણ એ અક્ષરોમાંના અક્ષરને રહસ્યને, જ્ઞાનને સમજે છે તે જ માણસ એના જીવનથી છેવટે અ-ક્ષર અમર બને છે.
આ વસ્તુ વિનય વગર ન લાદે. માટે મગધના મહાન સમ્રાટ હોવા છતાં છેવટે રાજા બિંબિસાર ચંડાલને સ્થાને બેઠા. એમને તો જ્ઞાન અને વિદ્યા મેળવવી હતી. આપણે આથી યાદ રાખવાનું છે કે જ્યારે આપણે કૂવા સુધી નીચે જઈને નમીશું, વિનયથી વાંકા વળીશું ત્યારે જ જ્ઞાન પ્રગટવાનું છે, આવવાનું છે, ભરાવાનું છે.
-
આવી રીતે જે માણસ નમ્ર બને છે, મીણની માફક ઓગળી જઈ શકે છે તેનું સ્થાન સમાજમાં અમર બની જાય છે. એના જીવનના ઊંડાણમાંથી, આ નમ્રતા જાગેલી હોય છે. લોકો કોઈના નથી રહેતા પણ આવા જીવોના સદ્ગુણોથી, એમની નમ્રતાથી સમાજ આખો એમનો બની જાય છે; ભક્તિભાવે બંધાય છે.
આમ આપણે ચિત્તની ઉદારતા, જીવનની નમ્રતા, એ બે ગુણો લોકપ્રિયતા અંગે જોયા.
તા. ૧૫-૭-૧૯૭૦
Jain Education International
૬૪ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org