________________
નેતાએ તો બીજાને દોરવાના છે, પણ સાથે સાથે જે પાછળ આવે છે એમની ગતિ અને શક્તિ પણ એણે જાણવાની છે. નેતા દોડે અને સમાજ પાછળ રહે, એ ન ચાલે. એંજિન અને ડબ્બાના સંધાણની માફક નેતા અને સમાજનો સંબંધ છે. એણે તો સમાજને, એની નસને, એના માનસને અને એના વિચારોને જાણી, પોતાની સાથે દોરવાનો છે. આમ સમજીને દોરે તે જ સાચો નેતા. પણ આને બદલે જો એને એમ થઈ જાય કે હું તો સમાજથી ઊંચો છું, લોકો સમાજ તો ગાડરિયો પ્રવાહ છે; તો એનામાં ગર્વ-અહમ્ પ્રવેશતાં એનું પતન થાય છે.
માટે ભગવાન મહાવીરે કહ્યું કે સંયોગોથી મુક્ત થયેલા હે ભિખ્ખુઓ ! તમને સદ્ગુણોની અને ધર્મની શરૂઆતમાં, વિનય અંગે કહીશ; પછી અનુક્રમે બીજું જણાવીશ. લોકો તમને વંદન કરશે, તમારા પગની ધૂળ લેશે, એ વેળા જાગ્રત નહિ રહો તો ગર્વરૂપી સર્પ તમને મારી નાંખશે. માટે જ ભગવાને સૌથી પ્રથમ વિનય શીખવ્યો. વિનય વિના તો ભલભલાનાં પતન થઈ ગયાં છે, એ હકીકત છે.
સાધુ-સંતોના જીવનમાંય, વિનય વિના આવો ગર્વ અંદરથી ક્યારે છંછેડાઈ જઈ પ્રગટ થઈ જાય છે, એ જાણવું મુશ્કેલ થઈ જાય છે. ભગવાન સ્થૂલિભદ્ર જેમનું નામ લેતાં મંગળતા જાગે, જેઓ શીયળના અવતારરૂપ હતા, તેમનામાંય એક વાર આ અહમ્ છંછેડાઈ ગયો.
એમને ખૂબ જ્ઞાન લાધ્યું હતું. એક વાર એની બહેનો સેણા, વેણા, રેણા વગેરે એમનાં દર્શને આવી. ગુરુએ કહ્યું : ‘સ્થૂલિભદ્ર ઉપર છે.’ સ્થૂલિભદ્ર આ વાત જાણી ગયા. એમને થયું કે મારી જ્ઞાન-શક્તિનો પ્રભાવ બહેનોને દેખાડું, એટલે એમણે સિંહનું રૂપ ધારણ કર્યું. બહેનો તો આ રૂપ જોઈને ડરી ગઈ. નીચે જઈને ગુરુને આ વાત કરી. ગુરુ સમજી ગયા કે સ્થૂલિભદ્રમાં વિદ્યાના પ્રદર્શનના ગર્વનો સર્પ જાગ્યો છે; એનો જ્ઞાન-અહંકાર હજી ગયો લાગતો નથી.
ઘણી વાર આપણે માનીએ છીએ કે ચમત્કાર બતાવીએ તો લોકો અનુયાયી થશે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણા બતાવેલા ચમત્કાર કરતાં નવો અને મોટો ચમત્કાર લોકો જોશે ત્યારે એ ત્યાં જશે, અને જૂના પાસે પછી ઊભા પણ નહિ રહે. ચમત્કારમાં કાંઈ ખરો ધર્મ નથી. એ તો ચોમાસાનાં અળશિયાં જેવો અલ્પજીવી છે. જે ધર્મ આત્માના ઊંડાણથી, સમજણથી નથી આવ્યો તે ધર્મ તો એનો ચમત્કાર જતાં, એ વ્યક્તિ જતાં, બંધ થઈ જાય છે. માટે જ અવધાન જેવા પ્રયોગો કરીનેય લોકોને માત્ર આંજી નાખવાની જ દૃષ્ટિ હોય તો તે પ્રદર્શન પણ પાપ છે. ચમત્કારથી અનુયાયી
Jain Education International
૬૨ : ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
-
www.jainelibrary.org