________________
Jain Education International
>>>&***+***
ચી લોકપ્રિયતા એ છે કે જે દ્વારા
આ માણસનું પોતાનું અને બીજાનું
એમ બેઉનું કલ્યાણ થાય. ધર્મી માણસે આ લોકપ્રિયતા કેળવવી જોઈએ. એ કાંઈ બહારની વાતોથી, ભાષણોથી નહિ આવે. દુનિયા એમ ખોટાને માની લે એવી મૂર્ખ નથી હોતી. જ્યારે માણસના જીવનમાં એ ઊતરી હોય છે ત્યારે જ એને દુનિયા માને છે; ત્યારે જ એ લોકપ્રિય થઈ શકે છે. આ લોકપ્રિયતા અને ધર્મીનો શો સંબંધ ? જેણે લોકપ્રિયતા નથી કેળવી, તેનામાં દૂષણો હોવાનો સંભવ છે. પોતાનાં દૂષણો જાણે તો જ એ ધર્મી તરીકે ખપી શકે.
૧૫. વિનય-દર્શન
દુનિયાનો સાગર એવો ચંચળ છે કે જેનામાં આ નહિ હોય એવો માણસ, દુનિયામાં લોકપ્રિયતાના કદાચ પાઠ ભજવશે તોય થોડી વારમાં ઊથલાઈ જવાનો છે. લોકપ્રવાહમાં કામ કરવું એ તો અગ્નિની સાથે બાથ ભીડવા જેવું છે. તમારે એ અગ્નિ પાસે જવું હોય તો તમારે પાણી બનીને જવું જોઈએ.
૬૦ ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org