________________
છે. એ આને ઓળખી શકતો નથી, એટલે આ કરોડપતિ કહે છે : “ભાઈ,
આ મારી પાસે જે ધન છે એ તારું જ છે, અને તે વાપરવા માટે જ છે. લે આ નાણાં. તેં જ પેલી અંધારી રાત્રે મારામાં દાનનો ચિરાગ પ્રગટાવેલો. મને ત્યારથી જ્ઞાન થઈ ગયું છે કે માટીની કાયામાં પણ દૈવી માનવી બેઠો છે. તારી એ જ્યોતિએ મારામાં દીવો પ્રગટાવ્યો છે. હવે તો આપવામાં જ મને આનંદ જાગ્યો છે.” આમ બોલીને એણે ધનનો ઢગલો કરી દીધો; પેલા શેઠને બચાવી લીધો.
આપણે આ દૃષ્ટાંતથી જોયું કે અવસરે માણસની ઉદારતા કેવાં સુંદર કામ કરે છે ! આપણે જો ભલા હોઈએ તો દુષ્ટ પણ સુધરી જાય. દુષ્ટમાંય સારું જોતાં શીખવું, એનું નામ જ સમ્યક્દૃષ્ટિ. નાલાયકને લાયક બનાવવો, કંજૂસને દાની બનાવવો એમાં જ આપણા માનવજીવનની ખરી મહત્તા રહેલી છે.
બીજાઓ ખાલી હોય તો એને તમે ભરો; તમારો દીવો એના અંધકારમાં પ્રકાશ લાવશે. આપણે મન, વચન અને કાયાથી ઉદારતા કેળવી, લોકપ્રિયતાને છાયાની જેમ આપણી પાછળ દોડતી કરવાની છે.
તા. ૧૪-૭-૧૯૬૦
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં * ૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org