________________
આવું સમાધાન લાવે એનું નામ સ્યાદ્વાદ.
એક દૃષ્ટાંત જોઈએ. બાપ અને દીકરો રોજ તો સાથે જમતા, પણ એક દિવસ એમનામાં અણબનાવ થયો, દીકરાએ કહ્યું, “બાપા, હું તમારી સાથે જમવા નહિ બેસું.'
બાપા સમજુ હતા, સ્યાદ્વાદના ઉપાસક હતા. એણે ઉપાય શોધી કાઢ્યો. દીકરો ન ખાય તો મારાથી કેમ ખવાય ? બાપે ઉદારતા દાખવી. થાળી, વાટકો અને પાટલો લઈ એ દીકરા પાસે ગયા અને સામેથી કહ્યું : “તું મારા ભેગો ન બેસે તો કાંઈ નહિ; ચાલ, હું તારી ભેગો બેસું.”
દીકરાનો અહમ્ આથી સંતોષાયો. “હું નહિ, બાપા મારા ભેગા બેઠા એમ માનીએ આનંદમાં રાઓ. બાપે જીવનને સરળ બનાવ્યું તો પુત્રનું સમાધાન થઈ ગયું. આનું નામ સ્યાદ્વાદનો આચાર.
જ્ઞાનીઓની આવી વાતોને સમજો. એને સરળ, સાદી કરીને જીવનમાં ઉતારો. એમણે આટલા શાસ્ત્રો રચ્યાં છે, સર્જન કર્યું છે તેનું પરિણામ આપણા દૈનિક જીવનમાં ઊતરવું જોઈએ.
આજે મુશ્કેલી એ છે કે આપણે બોલવા તૈયાર છીએ, પણ કોઈની પાસેથી સાંભળવા તૈયાર નથી. “તું મારું સાંભળ; મને તું નવું શું કહેવાનો છે ? તું મને સાંભળ.” એમ ન કહો. જે કહેવું હોય તે સામાને કહી લેવા દો. એ ખાલી થશે તો પછી તમે તમારા સુંદર વિચારો એનામાં ભરી શકશો. એના પ્રશ્નો, શંકાઓ સાંભળો; એનું પ્રેમથી, આનંદથી સમાધાન કરવા મથો. આમ કરશો તો સફળતા સહજસાધ્ય બનશે. ઘણા લોકો આ બધું બુદ્ધિથી તો સમજે છે ખરા, પણ જીવનમાં એ લાવવા મથતા નથી. પણ યાદ રાખજો કે આચાર જ બીજામાં આચારને પ્રેરી શકશે; સામાના જીવનમાં આચાર પ્રગટાવી શકશે.
એક કરોડપતિ શેઠ હતા, પણ ભારે કંજૂસ. એનામાં ઉદારતાનું નામ નહિ. જે હતું તેને કેમ સાચવવું એ વિચારમાં એને કાયમની ચિંતા. એક વાર મનની શાન્તિ માટે એ રાત્રે દરિયાકાંઠે ગયા. ગાડી દૂર ઊભી રાખી અને કાંઠે જઈ બેઠા; પણ એના મોં ઉપર ચિંતા ને વિષાદ દેખાતાં હતાં.
થોડી વારે બીજા શેઠ ત્યાં આવ્યા. તેણે આનું મોં જોયું તો મોં ઉપર એને ઉદાસીનતા દેખાઈ આવી. વાત સાચી છે કે જે કંજૂસ હોય છે તેના મુખ ઉપર લાલી, પ્રકાશ ક્યાંથી હોય ! એ તો જે દાતા બનીને આપે છે તેના મોં ઉપર જ લાલી ને પ્રસન્નતા દેખાય છે.
આ બીજા શેઠને લાગ્યું કે એ બિચારો દુ:ખી દુ:ખી લાગે છે; કદાચ કંટાળીને આત્મહત્યા કરવા આવ્યો હશે. આમ માનીને આ શેઠ પેલાની પાસે
ધર્મરત્નનાં અજવાળાં જ પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org